આપણી સંસ્કૃતિ હાથથી ભોજન કરવાની છે. જો કે મોડર્ન જમાનામાં લોકો હાથથી જમવાની વસ્તુઓ પણ ચમચી અને ફોર્ક વડે ખાય છે. જો કે હવે પછી તમે ચમચીથી ખાવાની આદત છોડી દેશો કારણ કે આજે તમને હાથથી જમવાથી થતા લાભ વિશે જાણવા મળશે.
આજના મોડર્ન સમયમાં લોકો ચમચી અને ફોર્કની મદદથી ભોજન કરવાનું પસંદ કરે છે. કાંટા અને ચમચીથી જમવું સ્ટાઈલ અને સ્વચ્છતાનું પ્રતીક માનવામાં આવે છે પરંતુ આપણા વડિલો હાથથી જમવાનું પસંદ કરે છે. હાથથી ભોજન કરવું એક પરંપરા છે એવું નથી. હાથથી ભોજન કરવું સાઈંટિફિક અને આયુર્વેદિક દ્રષ્ટિકોણથી લાભકારી છે. આ વાત જાણતા વિદેશીઓ પણ કેટલીક વસ્તુઓ હાથથી ભોજન કરવાનું અપનાવે છે. તો ચાલો તમને પણ જણાવીએ હાથથી ભોજન કરવાથી કેવા લાભ થાય છે?

ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રો અનુસાર આપણું શરીર પંચ તત્વથી બનેલું છે. જેમાં આંગળીઓ પણ અલગ અલગ તત્વની ઓળખ છે. જેમકે અંગૂઠો અગ્નિ તત્વ છે, તર્જની આંગળી વાયુ, મધ્યમા આંગળી આકાશ, અનામિકા આંગળી પૃથ્વી તત્વ અને સૌથી નાની આંગળી જળ તત્વ સાથે જોડે છે. જ્યારે તમે આ પાંચ આંગળીના પોઈંટને જોડીને ભોજન ગ્રહ કરો છો તો શરીરને પણ આ 5 તત્વોની અસર થાય છે.
હાથથી જમવાના ફાયદા
અલગ અલગ રીસર્ચ પછી સામે આવ્યું છે કે હાથથી ભોજન કરવામાં આવે તો શરીરને નીચે દર્શાવ્યાનુસારના લાભ થાય છે.
1. હાથથી ભોજન કરવામાં આવે તો પાચન તંત્ર સારી રીતે કામ કરે છે અને ખાધેલો ખોરાક ઝડપથી પચે છે. આયુર્વેદ અનુસાર જ્યારે તમે ખોરાક મોંમાં મુકો છો તો આંગળીઓ યોગ મુદ્રામાં હોય છે જેના કારણે ભોજન ઝડપથી પચે છે.
2. જેમ જેમ હાથ ચલાવો છો તેમ તેમ શરીરની તમામ વસ્તુઓ બદલે છે. પરિણામે શરીરમાં બ્લડ સર્કુલેશન સુધરે છે.
3. જ્યારે તમે ખોરાકને સ્પર્શ કરો છો તો આંગળીઓ ભોજનના તાપમાનને અનુભવે છે. તેથી તમે અંદાજ લગાવી શકો છો કે ભોજન કેટલું ઠંડુ કે ગરમ છે તેના પરથી મગજ આગળનું કામ કરે છે.

4. હાથથી જમતી વખતે મગજ એ બાબતે એક્ટિવ હોય છે કે તમે કેટલું જમો છો, શું ખાવ છો, કેટલી સ્પીડથી આવ છો.. જેના કારણે ભોજનનું પાચન સરળ બને છે.
5. હાથથી ભોજન કરવાથી ભોજનની માત્રા નિર્ધારિત રહે છે. જેના કારણે તમે ઓવરઈટિંગ કરવાનું ઘટાડી શકો છો.
જો કે હાથથી જમવું કે ચમચીનો ઉપયોગ કરવો તે વ્યક્તિગત પસંદગીની બાબત છે. પરંતુ જો તમે કોઈ જગ્યાએ હાથથી જમો છો તો હવે પછી સંકોચ ન અનુભવતા. કારણ કે જો તમે હાથને બરાબર સાફ કરી અને જમો છો તો શરીરને ફાયદો કરો છો.
