
મુંબઈ મહાપાલિકા મુલુંડમાં ટૂંક સમયમાં અદ્યતન અને ભવ્ય પક્ષી ઉદ્યાન ઊભું કરશે. આ પક્ષી ઉદ્યાનમાં 18 પ્રજાતિના 206 પક્ષીઓનો કલબલાટ મુંબઈગરાઓ માણી શકશે. ઉદ્યાન ઊભું કરવા સંદર્ભે મહાપાલિકાએ કેન્દ્રિય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણને વિગતવાર રૂપરેખા રજૂ કરી છે. આ પક્ષી ઉદ્યાનમાં એશિયાઈ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા એમ પક્ષીઓનું ક્ષેત્ર પ્રમાણે વિભાજન કરવામાં આવશે. મુંબઈ મહાપાલિકાની યોજના અનુસાર મુલુંડ પક્ષી ઉદ્યાન ભાયખલાના રાણીબાગનું ઉપકેન્દ્ર હશે.
મુલુંડ પશ્ચિમમાં ભૂખંડ ક્રમાંક 706બ-ડ અને 712-અ પર આ પક્ષી ઉદ્યાન ઊભું કરવામાં આવશે. એનો એરિયા 17 હજાર 958 સ્કવેર મીટર છે. પક્ષીગૃહ માટે 10 હજાર 859 સ્કવેર મીટર અને રમતગમત માટે 3 હજાર 728 સ્કવેર મીટર એરિયા આ ઉદ્યાનમાં અનામત રાખવામાં આવશે. દરેક પક્ષીની પ્રજાતિનું નિવાસસ્થાન તૈયાર કરવામાં આવશે. 110 વર્ષ પહેલાં ઊભા કરવામાં આવેલા ભાયખલાના પ્રાણીસંગ્રહાલય એટલે કે રાણીબાગ પછી મુલુંડમાં તૈયાર થનારું પક્ષી ઉદ્યાન એટલે કે બર્ડ પાર્ક મુંબઈ અને એમએમઆર ક્ષેત્રમાં પર્યટકો માટે આકર્ષણ બનશે. મુંબઈના ઉપનગર ભાગમાં અને એમએમઆર પ્રદેશમાં રહેતા પક્ષીપ્રેમીઓ માટે આ એક ઉજવણી સમાન હશે.

મુલુંડના પક્ષી ઉદ્યાનમાં રેડ બ્રેસ્ટેડ પેરાકીટ, બ્લોસમ હેડેડ પેરાકિટ, વાઈટ પિકોક, મલબાર ગ્રે હોર્નબિલ, બ્લેક હંસ, બ્લેક મુનિયા, કોકાટુ ગાલાહ, ઓસ્ટ્રિચ, સ્કોલેટ જેવા કાળની થપાટ સાથે દુર્લક્ષ થઈ રહેલાં 18 પ્રજાતિના 206 પક્ષીઓ જોઈ શકાશે. ચર્ચા, પક્ષી ગૃહમાં પ્રવેશ કરવા પહેલાં મોટા ધોધ સાથે અહીં આવનારા પક્ષીપ્રેમીઓ અને પર્યટકોનું સ્વાગત કરવાની મહાપાલિકાની યોજના છે. તેમ જ અહીં સંવાદાત્મક કાર્યક્રમ, વર્કશોપ, પક્ષી નિષ્ણાતોના વ્યાખ્યાન આયોજિત કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
