કલ્યાણ-અહિલ્યાનગર -નેશનલ હાઈવે પર આવેલ માલશેજ ઘાટમાં વરસાદને કારણે ભેખડ ધસી પડી હતી, જેના કારણે વાહનવ્યવહારને અમુક અંશે અસર થઈ હતી. ઘાટમાંથી પસાર થતો એક માર્ગ થોડા સમય બાદ ખોલવામાં આવ્યો હતો. તહસીલદાર કચેરીએ માહિતી આપી હતી કે ભેખડ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. અને ટૂંક સમયમાં તમામ રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા.
ભૂસ્ખલનની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ કે -નુકસાન થયું નહોતું. જોકે ઘટના દરમિયાન મોટા પથ્થરો સીધા ખાડામાં પડ્યા હતાં. આ માહિતી મળતાની સાથે જ અહીં હાઈવે ઓથોરિટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી ભેખડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘાટમાં અહિલ્યાનગર તરફ જતો માર્ગ બપોરે એક વાગ્યા સુધીમાં શરૂ કરવામાં આવ્યો હતો.

રોડનો મોટો ભાગ વાહન વ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. માલશેજ ઘાટ દ્વારા દૂધ, કૃષિ સામાન અને અન્ય માલસામાનનું પરિવહન થાય છે. આ હાઇવે મુસાફરોની અવરજવર માટે પણ મહત્ત્વનો છે. આ માર્ગ થાણે, અહિલ્યાનગર અને બંને જિલ્લાના બજારોને જોડે છે.
ચોમાસા દરમિયાન આ માર્ગ જોખમી બની જાય છે. આ માલશેજ ઘાટમાં વરસાદને કારણે વારંવાર ભૂસ્ખલન થાય છે. નેશનલ હાઈવે ઔથોરિટી આ યોજનાને સતત અમલમાં મૂકી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
