એન્ટી કરપ્શન બ્યરો (એસીબી)ના મુંબઈ એકમે ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફ કો.ઓપ, હાઉસિંગ સોસાયટીના એક અધિકારીની એક હાઉસિંગ સોસાયટીના ખજાનચીની સોસાયટી વિરુદ્ધ ફરિયાદ નોંધવા અને કાર્યવાહી કરવા ચાર લાખ રૃપિયાની માગણી કરવા બદલ ધરપકડ કરી હતી.
ફરિયાદીએ બાંદ્રા સ્થિત ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફિસનો સંપર્ક કર્યો હતો અને તેમની હાઉસિંગ સોસાયટી કાયદા મુજબ કામ કરતી ન હોવાનો દાવો કર્યો હતો. ખજાનચીની ફરિયાદ પર કાર્યવાહી કરવા માટે અધિકારી વિકાસ કોડેએ કથિત રીતે લાંચની માગણી કરી હતી.

એસીબીના જણાવ્યાનુસાર ફરિયાદીએ તેમની હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી સાથે કથિત અનધિકૃત કામ અંગે પૂછપરછ કરી હતી, જેના પગલે તેમને ખજાનચી પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફિસમાં મેનેજિંગ કમિટીમાંથી તેમને દૂર કરવા અને નવા સભ્યોની નિમણૂક કરવા અને ઉપરોક્ત કમિટી રદ્દ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફિસે ફરિયાદીને સમિતિમાં પુનઃસ્થાપિત કરવા માટેેનો આદેશ પસાર કર્યો હતો. જો કે હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યારે ફરિયાદીએ આ બાબતે ફરી ઓફિસનો સંપર્ક કર્યો ત્યારે કોર્ડેએ કાર્યવાહી શરૃ કરવા માટે ચાર લાખ રૃપિયા માંગ્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો.
ફરિયાદીએ ત્યારબાદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ૨૪ એ પ્રિલે લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. ચાર દિવસ પછી એસીબીએ આ બાબતે વધુ ચકાસણી કરી હતી તેના તથ્ય લાગતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ઓપરેશન માટે પ્રથમ હપ્તા તરીકે બે લાખ રૃપિયાની રકમ સ્વીકારતા કોર્ડેને એસીબીની ટીમે રંગે હાથ પકડી પાડયો હતો. ત્યારબાદ ભ્રષ્ટાચાર અધિનિયમ નિવારણની કલમ ૭ હેઠળ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
