નવી મુંબઈનાં કચ્છી પરિવારના ૮૩ વર્ષીય બાનું અવસાન થતાં તેમનાં ચક્ષુનું તથા દેહદાન કરીને પરિવારે પ્રેરણાત્મક દાખલો પૂરો પાડયો હતો. ૮૩ વર્ષના શાસન કાળમાં અનેક લોકોન મદદ રુપ બનેલાં બા અવસાન પછી પણ સમાજને મદદરુપ બન્યાં હતાં. બાનાં દીકરાએ જ પોતાના હાથે ચક્ષુદાન માટે ચક્ષુ કાઢ્યાં હતાં.
નવી મુંબઈના વાશી સેક્ટર-૨૮ માં પરિવાર સાથે રહેતા મુળ ગામ સમાગોગાના કચ્છી વીશા ઓસવાલ સમાજના ૮૩ વર્ષના જવેરબહેન ઠાકરશી ગાલાએ ગત ૧૧ એપ્રિલના ઘરે જ અંતિમ શ્વાસ લીધો હતો.
આ વિશે માહિતી આપતાં જવેરબહેનના પુત્ર મનીષ ગાલાએ જણાવ્યું હતું કે ‘મમ્મીને હૃદયની તકલીફ હતી. છેલ્લા પાંચેક દિવસથી તેમની હાર્ટ બીટ પ્લસ રીટ ૨૦૦ સુધી પહોંચી ગયા હતા. રાતના ૧૦ વાગ્યે તેમની તબિયત વધુ લથડી જતાં તેમણે હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડી દીધી હતી.

હું, બીપીન શાહ નંદ, સાગર સાવલા, ચંદ્રકાંત છેડા અમે ચારેય તરુણ મિત્ર મંડળના નેજા હેઠળ આખા નવી મુંબઈમાં આઈઝ ડોનેશન માટે કામ કરીએ છીએ. મેં મારા પોતાના પપ્પા, મામા, સાસુ અને હવે મમ્મીના પોતાના હાથે આંખો કાઢીને ચક્ષુદાન કર્યું છે. આંખો કેટલી મહત્વની છે એ સૌ કોઈ જાણીએ છીએ એટલે મમ્મીની પહેલાથી જ ઈચ્છા હતી કે તેમની આંખોનું દાન કરવામાં આવે. તેમ જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે દેહદાન પણ એટલું જ મહત્વ રાખે છે.
વિદ્યાર્થીઓને બેબી સેમેસ્ટર માટે ફક્ત એક જ બોડી અભ્યાસ કરવા માટે હોય છે. ત્યારે ચક્ષુ મેળવવા માટે પણ ભારતમાં મોટી બધી લિસ્ટ છે. વ્યક્તિના મૃત્યુ બાદ ૮ કલાકની અંદર આંખો ડોનેટ કરવાની હોય છે. હવે તો હાડકાનું પણ દાન કરી શકાય છે. મમ્મી સ્વસ્થ હોવાથી તેમની આંખો એટલી ઉંમરે પણ દાન કરી શક્યા એનું અમારા આખા પરિવારને ખુબ ગર્વ છે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
