ફોર્ટિસ હોસ્પિટલ (મુલુંડ), જિયો કન્વેન્શન સેંટર, ઈએસઆઈસી હોસ્પિટલ (કાંદિવલી), ભાટિયા હોસ્પિટલ (તારદેવ) લોકમાન્ય તિલક હોસ્પિટલ (સાયન) વગેરે ઠેકાણે મોક ડ્રીલની રજૂઆત કરવામાં આવશે.
મુંબઈમાં આગની ઘટનાઓમાં ઘટાડો થાય, નાગરિકોને અગ્નિપ્રતિબંધ અને અગ્નિસુરક્ષા બાબતે માહિતી મળે એ માટે અગ્નિશમન સેવા સપ્તાહ નિમિત્તે મુંબઈમાં વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈમાં 14 થી 20 એપ્રિલ દરમિયાન આયોજિત અગ્નિશમન સેવા સપ્તાહમાં વિવિધ હોસ્પિટલો, કમર્શિયલ-રેસિડેન્સિયલ કોમ્પ્લેક્સ, સ્કૂલ ખાતે મોક ડ્રીલની રજૂઆત કરવામાં આવશે. પ્રાથમિક અવસ્થાની આગ બુઝાવવી, રસોડામાં ગેસ ગળતર રોકવા નાગરિકોને માર્ગદર્શન કરવામાં આવશે.

મહાપાલિકા કમિશનર તેમ જ પ્રશાસક ભૂષણ ગગરાણીની મુખ્ય ઉપસ્થિતિમાં 14 એપ્રિલે સવારના 9 વાગ્યે મુંબઈ અગ્નિશમન દળના ભાયખલા ખાતેના મુખ્યાલયના પ્રાંગણમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. મુંબઈની ગોદીમાં એસ. એસ. ફોર્ટ સ્ટિકીન જહાજમાં 14 એપ્રિલ 1944ના પ્રચંડ વિસ્ફોટ થતા ગોદીમાં ભીષણ આગ લાગી હતી. આ અગ્નિકાંડ સાથે ઝઝૂમતા મુંબઈ અગ્નિશમન દળના 66 જવાન અને અધિકારીને વીરગતી પ્રાપ્ત થઈ હતી. અગ્નિશમન સેવાના વીરોને માનવંદના આપવા ભારત સરકારે 1968માં 14 એપ્રિલના દિવસને અગ્નિશમન સેવા દિન તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી 14 થી 20 એપ્રિલ સુધી એક અઠવાડિયુ અગ્નિશમન સેવા સપ્તાહ તરીકે પાળવામાં આવે છે.
આ વર્ષે પણ આ સપ્તાહ નિમિત્તે મુંબઈમાં વિવિધ ઠેકાણે અગ્નિપ્રતિબંધ અને અગ્નિસુરક્ષા બાબતે મોક ડ્રીલ, વ્યાખ્યાન, પ્રદર્શન વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈની સ્કૂલો અને રેસિડેન્સિયલ કોમ્પ્લેક્સના ઠેકાણે અગ્નિસુરક્ષા પર વ્યાખ્યાન અને મોક ડ્રીલ રજૂ કરવામાં આવશે. એમાં પ્રાથમિક અવસ્થામાં આગ બુઝાવવાની પદ્ધતિ, ફાયર એક્ટિંગ્વિશરનો ઉપયોગ, રસોડામાં ગેસનું ગળતર રોકવાના ઉપાય વગેરે માહિતી આપવામાં આવશે. આગ લાગે તો શું તકેદારી રાખવી એના માટે અગ્નિશમન દળના અધિકારીઓ માર્ગદર્શન કરશે. તેમ જ 125 સ્કૂલ અને રેસિડેન્સિયલ કોમ્પ્લેક્સ ખાતે અગ્નિસુરક્ષા પર વ્યાખ્યાન તેમ જ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.

જિયો કન્વેન્શન સેંટર, ઈએસઆઈસી હોસ્પિટલ (કાંદિવલી), ફોર્ટિસ હોસ્પિટલ (મુલુંડ), ભાટિયા હોસ્પિટલ (તારદેવ) લોકમાન્ય તિલક હોસ્પિટલ (સાયન) વગેરે ઠેકાણે મોક ડ્રીલની રજૂઆત કરવામાં આવશે. મુંબઈમાં ગગનચુંબી ઈમારતો, નિવાસી ચાલીઓ, કમર્શિયલ કોમ્પ્લેક્સ જેવા ઠેકાણે ચોપાનિયા પ્રદર્શિત કરીને નાગરિકોમાં અગ્નિસુરક્ષા બાબતે જનજાગૃતિ કરવામાં આવશે.
અગ્નિકવાયત સ્પર્ધાની અંતિમ ફેરી
વાર્ષિક અગ્નિકવાયત સ્પર્ધાની અંતિમ ફેરીનું આયોજન 18 એપ્રિલના ભાયખલા ખાતેના પ્રાદેશિક સમાદેશ કેન્દ્રમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કમિશનર ભૂષણ ગગરાણી ઉપસ્થિત રહેશે. તેમ જ અતિરિક્ત મહાપાલિકા આયુક્ત ડો. અમિત સૈની, ઉપાયુક્ત પ્રશાંત ગાયકવાડ વગેરે ઉપસ્થિત રહેશે. મુંબઈગરાની સુરક્ષા માટે અગ્રતા આપવા સાથે જ અદ્યતન અગ્નિશમન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગ જેવી ઘટનાઓમાં ઓછામાં ઓછા સમયમાં પ્રતિસાદ આપવાનો ઉદ્દેશ રાખવાનો આદેશ ગગરાણીએ આપ્યો છે. તેમ જ સ્કૂલ, હોસ્પિટલો, કમર્શિયલ કોમ્પ્લેક્સ જેવા ઠેકાણે વધુમાં વધુ નાગરિકોને અગ્નિસુરક્ષા બાબતના ઉપક્રમમાં સહભાગી કરી લેવાની સૂચના ડો. અમિત સૈનીએ આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
