છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્રવાસી પાસેથી રૂ.૬.૩૦ કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. બેંગકોકથી આવેલા પ્રવાસી અને સોનું ખરીદનારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, એમ ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ જણાવ્યું હતું.
આરોપી પ્રવાસીને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો. તેને લૂંટમાં સોનું છુપાવવામાં આવ્યું હતું. આરોપી પાસેથી અંદાજે ૬,૭૩૫ ગ્રામ વજનની સોનાની ૧૪ લગડીઓ મળી આવી હતી.

આરોપી પેસેન્જરે દાણચોરી કરેલા સોનાની ખરીદી કરનારાની માહિતી આપી હતી. જેના આધારે ડીઆરઆઈની ટીમે તેની પણ ધરપકડ કરી હતી. તેણે પણ ગુનામાં પોતાની સંડોવણી કબૂલ કરી હતી. બંનેની સામે કસ્ટમ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
