એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે હવે એકબીજાના કટ્ટર રાજકીય વિરોધીઓ બની ગયા છે. બંને નેતાના પક્ષના નેતાઓ પણ એકબીજાની ટીકા કરવાની એક પણ તક છોડતા નથી. ઉદ્ધવ ઠાકરેના પક્ષના નેતા અને સંસદ સભ્ય સંજય રાઉત હંમેશાં શિંદેની ટીકા કરતા હોય છે. તાજેતરમાં તેમણે પોસ્ટ કરેલા એક ફોટોથી એકનાથ શિંદેના પક્ષના નેતાઓ નારાજ થયા છે. રાઉતે પોસ્ટ કરેલા ફોટો પર શિંદેના નેતાઓએ સામે જડબાતોડ જવાબ આપ્યો છે.
સંજય રાઉતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી. એમાં એક બકરો એક લાકડા પર ઊભેલો દેખાડવામાં આવ્યો હતો. સાથે ‘ખબર પતા ચલી ક્યા…’ એવું કેપ્શન પણ આપ્યું હતું. મહારાષ્ટ્રમાં એક બકરો છે. આ બકરો કસાઈના લાકડા પર ઊભો છે.

સાથે જ જો વધારે પડતું ડહાપણ કરીશ તો ગરદન ઉડાવી દેવાશે એમ બકરાને કહી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં કોઈએ આ બકરાના કાનને કહ્યું છે કે મૂંગા રહેવાનું અને બેં બેં કરતા રહેવાનું. રાઉતે અપલોડ કરેલા ફોટાએ પાછળથી અનેક રાજકીય પ્રતિક્રિયાઓ આવી હતી. રાઉતે આ ફોટો અપલોડ કર્યા બાદ તરત જ એકનાથ શિંદેની શિવસેનાના નેતા અને સંસદ સભ્ય નરેશ મમ્હસ્કેએ ગધેડાની તસવીર અને એક વ્યંગ્યાત્મક કવિતા અપલોડ કરવામાં આવી હતી. ‘માલિકે ફેંકેલો ટુકડો ખાઈ લેવાનો અને રોજ સવારે બેં બેં કરવાનું અને કોઈ પણ વિષય પર મૂરખની જેમ બડબડ કરવાનું. ચૂંટણીમાં તમારી અક્કલ અને તાકાત જોઈ લીધા ચૂંટણીમાં લોકોએ તમને એક સણસણતી ચૌડી દીધી ને? અમે બકરી છીએ કે વાઘ એ જનતાએ નક્કી કરી લીધું છે. હે વધુ લવારી કરવાને બદલે ગધેડાએ.. ઉબાઠાએ ચૂપ બેસવું જોઈએ.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
