વડાલા-ઘાટકોપર-કાસારવડવલી આ મેટ્રો-ચારનું કામ થાણેમાં મોટા પાયા પર કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત થાણેના માજીવાડા મેટ્રો સ્ટેશનની છતનું કામ ચાલુ કરવામાં આવવાનું છે. તે માટે માજીવાડા ફ્લાયઓવર પરથી નાશિક અને ઘોડબંદર રોડની દિશામાં જનારા વાહનવ્યવહારને પાંચથી ૨૦ એપ્રિલ દરમ્યાન રાતના ૧૦થી વહેલી સવારના પાંચ વાગ્યા સુધી પુલ નીચે ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે જોકે મોડી રાતના ભારે વાહનોની આ વિસ્તારમાં લાંબી લાઈન લાગવાની શક્યતા છે. થાણે ટ્રાફિક વિભાગે આ બાબતે સૂચના બહાર પાડી છે.


Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
