સાઉથ મુંબઈમાં મરીન ડ્રાઈવ પર સોમવારે એક યુવતી ડૂબી જવાની માહિતી પોલીસને મળી હતી. તે માહિતીના આધારે મરીન ડ્રાઈવ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ યુવતીને દરિયામાંથી બહાર કાઢી જી.ટી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી, પોલીસને શંકા છે કે આ આત્મહત્યાનો મામલો છે.
મહિલાએ દરિયામાં કૂદી પડવા પહેલાં તેની બેગ ચોપાટી પર છોડી દીધી હતી. ઓળખકાર્ડ પરથી પોલીસને યુવતીનું નામ મમતા પ્રવીણ કદમ (23) હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી અંધેરીમાં રહેતી હતી, અને જાણીતી આઈટી કંપનીમાં કામ કરતી હતી. તે સવારે કામ પર જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જે બાદ તે સીધી મરીન ડ્રાઈવ આવી પહોંચી, ત્યાંથી તેણે ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલની સામેની બાજુ ચોકમાં દરિયામાં ઝંપલાવી દીધું હતું. સવારે 11 થી 12 વાગ્યાની વચ્ચે પોલીસે યુવતીને બહાર કાઢવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યુવતી ત્યાં આવી અને બેગ નીચે મૂકી દીધી. ત્યાર બાદ તેણે સમુદ્રમાં ઝંપલાવ્યું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw