પશ્ચિમ રેલવેમાં બે ટર્મિનસ બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. નવા ટર્મિનસના નિર્માણને કારણે સબર્બન અને નોન-સબર્બનની ટ્રેનોને અલાયદા ટર્મિનસ સાથે નવી પાર્કિંગ ફેસિલિટી મળવાને કારણે પ્રવાસીઓને અવરજવર કરવામાં ફાયદો થશે.
જોગેશ્વરીમાં ટર્મિનસ બનાવવાનો માર્ગ મોકળો બન્યા પછી હવે વસઈમાં પણ ટર્મિનસ બનાવવામાં આવશે, જેથી પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને લાંબા અંતરની ટ્રેન પકડવાની કનેક્ટિવિટી વધશે.

આ મુદ્દે રેલવેના અધિકારીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે મંત્રાલયને નવા શહેરોના વિકાસ માટે મેગા ટર્મિનસ બનાવવાની સૂચના આપી છે. રેલવે બોર્ડ અહીંથી નવા રૂટ પર ટ્રેનો દોડાવવાની યોજના બનાવી રહ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
