ઉનાળામાં શરીરને લાભ કરે અને પેટને ઠંડક કરે તેવી વસ્તુ છે ગુલકંદ. ગુલકંદ ઉનાળામાં ખાવાથી શરીરને અનેક લાભ થાય છે. ગુલકંદ ઠંડી તાસીરનું હોય છે. ઉનાળામાં 1 ચમચી ગુલકંદ રોજ ખાવામાં આવે તો ગરમીના કારણે થતી સમસ્યાઓ દવા વિના મટી શકે છે.
પાચન સંબંધિત સમસ્યાઓ

ઉનાળામાં ગુલકંદ ખાવાથી પાનચ સંબંધિત સમસ્યાઓ દુર થઈ શકે છે. તેનાથી ગટ હેલ્થ સુધરે છે. નિયમિત રીતે એક ચમચી ગુલકંદ ખાવાથી ગેસ, અપચો, બ્લોટિંગ, કબજિયાત, એસિડીટીથી રાહત મળે છે.

શરીરને ઠંડક મળશે

ગરમીના કારણે શરીરનું તાપમાન વધી જાય છે. તેવામાં ગુલકંદ ખાવાથી શરીરની વધારાની ગરમી દુર થાય છે અને શરીરને ઠંડક મળે છે.
ચાંદા મટશે

ગુલકંદ ખાવાથી મોં માં વારંવાર પડતા ચાંદા મટે છે. ગુલકંદ પેટની ગરમીને શાંત કરે છે. જેના કારણે વારંવાર ચાંદા પડતા નથી.
હાર્ટ રહેશે હેલ્ધી

ગુલકંદનું સેવન કરવું હાર્ટ માટે ફાયદાકારક રહે છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ હાર્ટ હેલ્ધ સુધારે છે. નિયમિત રીતે ગુલકંદ ખાવાથી હાર્ટ સંબંધિત બીમારીનું જોખણ ઘટી શકે છે.

આંખ માટે લાભકારી

ગુલકંદ આંખ માટે પણ ફાયદાકારક છે. રોજ એક ચમચી ગુલકંદ ખાવાથી આંખને ઠંડક મળે છે. ગરમીના કારણે આંખમાં બળતરા થતી હોય, ખંજવાળ આવતી હોય તો તે પણ મટે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
