તરબૂચ ખાતી વખતે 99 ટકા લોકો તેના બી ખાતા નથી. પરંતુ તરબૂચના બી પણ તરબૂચની જેમ જ ગુણકારી છે. તરબૂચના બી ખાવાથી શરીરને અઢળક લાભ થાય છે. ચાલો તમને જણાવીએ તરબૂચના બી થી લાભ વિશે.
ઉનાળામાં નાના મોટા સૌ કોઈ તરબૂચ ખાય છે. આ સિઝનમાં તરબૂચ ખાવું શરીર માટે ફાયદાકારક પણ છે કારણ કે તરબૂચ પાણીથી ભરપૂર હોય છે તેથી તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. ગરમીના વાતાવરણમાં તરબૂચ ખાવાથી શરીરને ઠંડક પણ મળે છે.જોકે તરબૂચ ખાતા 99% લોકો એક મોટી ભૂલ કરે છે. તરબૂચ ખાઈને લોકો તેના બી કચરો સમજીને ફેંકી દે છે. પરંતુ તરબૂચના બી તરબૂચની જેમ જ શરીરને ફાયદો કરી શકે છે.
આજે તમને જણાવીએ તરબૂચના બીથી થતા ફાયદા વિશે અને તેને ખાવાની સાચી રીત વિશે. જો તમે શરીરને નેચરલી ફીટ રાખવા માંગો છો તો આ રીતે તરબૂચના બીનો ઉપયોગ કરવાનું શરૂ કરો. તે પહેલા જાણી લો કે તરબૂચના બી શરીરને કેવા લાભ કરે છે…

તરબૂચના બી ખાવાથી થતા ફાયદા
1. તરબૂચના બીમાં કેલેરી ખૂબ જ ઓછી માત્રામાં હોય છે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ સ્નેક તરીકે તરબૂચના બી ને પોતાની ડાયટમાં સામેલ કરી શકે છે તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
2. તરબૂચના બી મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે જે હાર્ટને હેલ્ધી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તરબૂચના બી ખાવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને બેડ કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ ઘટે છે.
3. મેગ્નેશિયમથી ભરપૂર તરબૂચના બી હાડકાને પણ મજબૂત બનાવે છે. જે લોકોના હાડકા નબળા હોય તેમણે આ બીને ડાયટમાં સામેલ કરવા જોઈએ તેનાથી ફાયદો થઈ શકે છે.
4. તરબૂચના બી માં ભરપૂર માત્રામાં પ્રોટીન, આયરન, ઝિંક અને કોપર હોય છે. તે વાળના સ્વાસ્થ્ય માટે પણ સારા છે. તેનું સેવન કરવાથી ખરતા વાળને રોકવામાં મદદ મળી શકે છે.

કેવી રીતે ખાવા તરબૂચના બી ?
તરબૂચના બી સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર છે પરંતુ તેને ક્યારેય કાચા ખાવા નહીં. તરબૂચમાંથી બીને અલગ કરી તેને પાણીથી ધોઈને કોરા કરી લેવા. ત્યાર પછી ધીમા તાપે તેને શેકી લેવા. ત્યારબાદ આ બીને યોગ્ય માત્રામાં ખાવાનું રાખવું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
