September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

નવી મુંબઈમાં મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ બદલ પીએસઆઈ સામે ગુનો

ઘાટકોપર પંતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો

નવી મુંબઈ વસાહતમાં પરિણીત મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ કરવા માટે અને તેની સતામણી કરવા માટે પોલીસે 32 વર્ષીય પીએસઆઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ ગુનો આરોપીએ સાનપાડા વિસ્તારમાં 2020 અને જુલાઈ 2022 વચ્ચે આચર્યો હતો, એવો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.આરોપી અને પીડિતા બંને મુંબઈ પોલીસ સાથે જોડાયેલાં હતાં. તેમની વચ્ચે મૈત્રી સંબંધ બંધાયો હતો. આરોપીએ પીડિતા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તે બહાને તેને સાનપાડામાં એક ફ્લેટમાં અનેક વાર લઈ ગયો હતો અને દુષ્કર્મ કર્યું હતું, એવો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

ઉપરાંત આરોપીએ એક યા બીજું બહાનું કરીને સમયાંતરે રૂ. 19 લાખથી વધુ રકમ પણ લીધી હતી, જેમાંથી ફક્ત રૂ. 14.61 લાખ પાછા આપ્યા હતા, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું.આરોપી પીડિતાનો પીછો કરતો, તેના પતિને છોડી દેવા માટે કહેતો હતો, જે નહીં કરતાં જાનથી ખતમ કરવાની ધમકી આપતો હતો એમ પણ ફરિયાદમાં જણાવ્યું હોવાનું સાનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આરંભમાં મુંબઈમાં ઘાટકોપર પંતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો, જે પછી વધુ તપાસ સાનપાડા પોલીસને સોંપવામાં આવી છે. આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો 376 (દુષ્કર્મ), 376(2)(એન) (વારંવાર દુષ્કર્મ), 354(એ) (જાતીય સતામણી), 354 (ડી) (પીછો કરવો), 506 (2) (ફોજદારી ગુનો) અને 420 (છેતરપિંડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શનિવારે સાનપાડા પોલીસમાં આ કેસ ટ્રાન્સફર કરાયો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us