થાણે (પશ્ચિમ)માં પાંચપખાડીમાં એક રહેણાંક ઈમારતમાં મંગળવારે મધરાત બાદ લાગેલી આગમાં ચાર મોટર સાઈકલ અને એક ફોર-વ્હીલર બળીને ખાક થઈ ગયા હતા. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ઉચ્ચ અધિકારી યાસીન તડવીના જણાવ્યા મુજબ પાંચપખાડીમાં મહાદેવ મંદિર પાસે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની નવ-રામરાજ્ય સોસાયટી આવેલી છે. આ સોસાયટીના પરિસરમાં વાહનો પાર્ક કરવામાં આવે છે. મંગળવારે મોડી રાતના ૨.૨૬ વાગે સોસાયટીના પરિસરમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને ત્યાં પાર્ક કરેલા ચાર ટુર વ્હીલર અને એક ફોર-વ્હીલરમાં આગ ફેલાઈ ગઈ હતી. આગ જોશભેર ભભૂકી ઉઠી હતી, જેમાં બિલ્ડિંગના પહેલા માળ પર આવેલા ફલેટના વિન્ડોની ગ્રીલમાં રાખવામાં આવેલો લાકડાનો સામાન પણ ચપેટમાં આવી ગયો હતો.

ઘટના સ્થળે થાણે ફાયરબ્રિગેડે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ ત્રણ વાગે આગને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. સદ્દનસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. બીજી ઘટનામાં થાણે પશ્ચિમમાં જ વાગલે એસ્ટેટમાં સાઠે નગર, રોડ નંબર ૨ ૨ પર વહેલી સવારના પોણા છ વાગે હરી ઓમ ફરસાણ માર્ટ નામની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. આગમાં આખી દુકાન સહિત તેનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. લગભગ અડધો કલાકમાં આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
