દહિસરથી મીરા-ભાઈંદર મેટ્રો-9 રૂટ માટે ઉત્તમના ડોંગરી કારશેડનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં પર્યાવરણની અનેક સમસ્યા ઊભી થશે એમ તેમનું જણાવવું છે. એના માટે જનઆંદોલન કરીને સમય આવ્યે કોર્ટમાં લડવાની તૈયારી પણ કરી છે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણનો મેટ્રો-9 પ્રકલ્પનો કારશેડ વિવાદમાં સપડાયો છે. આ કારશેડ રાઈ, મુર્ઘા, મોર્વા ગામમાં પ્રસ્તાવિત હતો. જો કે સ્થાનિકોના વિરોધના કારણે સરકારે કારશેડ માટે ઉત્તન, ડોંગરીના ડુંગરાળ ભાગમાં જગ્યા આપવાનો નિર્ણય લીધો. એ અનુસાર આગળની કાર્યવાહી કરીને જગ્યા એમએમઆરડીએને હસ્તાંતરિત કરવામાં આવી.

કારશેડના કામની શરૂઆત કરવાની દષ્ટિએ એમએમઆરડીએએ ઝાડ કાપવાનો પ્રસ્તાવ મીરા-ભાઈંદર મહાપાલિકાને મોકલવાની શરૂઆત કરી છે. પહેલા તબક્કામાં 2 હજાર 500 ઝાડ કાપવાની પરવાનગી આપવામાં આવી છે. બીજા તબક્કામાં 9 હજાર 900 ઝાડ કાપવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ પર સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓએ જોરદાર વાંધો લઈને મોટી સંખ્યામાં પોતાના વાંધા અને સૂચના નોંધાવ્યા છે. મેટ્રો-3 રૂટના આરે કારશેડ પ્રમાણે ઉત્તનના કારશેડનો પણ વિરોધ થઈ રહ્યો છે. આ કારશેડ બીજા ઠેકાણે ખસેડવાની માગણી સ્થાનિક પર્યાવરણપ્રેમી ડેની જોની ગોન્સાલ્વીસે કરી છે. કારશેડ માટે 3 હજાર 716 ઝાડ કાપવામાં આવશે અને બાકીના 7 હજાર 590 ઝાડનું પુનર્રોપણ કરવામાં આવશે એવો દાવો એમએમઆરડીએ કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
