બહુચર્ચિત અંડરગ્રાઉન્ડ મેટ્રો-3 રૂટ માટેની 9માંથી 6 ટ્રેન આરે કારશેડમાં ધુળ ખાતી ઊભી હોવાનું ચિત્ર છે. પ્રવાસીઓના તદ્દન મોળા પ્રતિસાદના કારણે ગણતરીની ટ્રેનોનો જ વપરાશ થાય છે અને બાકીની કારશેડમાં ઊભી હોય છે. મેટ્રો-3 દેશનો સૌથી લાંબો અંડરગ્રાઉન્ડ રૂટ છે. આ રૂટનો પ્રથમ તબક્કો આરે જેવીએલઆરથી બાન્દરા કુર્લા કોમ્પ્લેક્સ સુધી 12.99 કિલોમીટર લાંબો છે. એમાં દસ સ્ટેશન છે. આ રૂટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 5 ઓક્ટોબર 2024ના કરવામાં આવ્યું હતું. આ રૂટમાં સીપ્ઝ, એમઆઈડીસી, એરપોર્ટના બંને ટર્મિનલ જેવા સ્ટેશનનો સમાવેશ છે. આમ છતાં આ રૂટ પર પ્રવાસી સંખ્યા અપેક્ષા કરતા ઘણી ઓછી છે.

આ રૂટના પ્રથમ તબક્કામાં દરરોજ બે લાખ પ્રવાસીઓ અવરજવર કરશે એવી અપેક્ષા હતી. હકીકતમાં અત્યારે આ રૂટ પર દૈનિક પ્રવાસી સંખ્યા માંડ 20 હજારની આસપાસ છે. તેથી બધી જ ટ્રેનનો ઉપયોગ થતો નથી. પહેલા તબક્કા માટે મગાવવામાં આવેલી કુલ 9 ટ્રેનમાંથી ફક્ત ત્રણ ટ્રેનનો ઉપયોગ થાય છે. એમાં પણ બે ટ્રેન દરરોજ દોડાવવામાં આવે છે. ત્રીજી ટ્રેન સ્ટેન્ડ બાય પર હોય છે. પરિણામે છ ટ્રેન આરે કારશેડમાં ધુળ ખાતી ઊભી હોય છે.
આ રૂટ કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત કંપની મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચલાવવામાં આવે છે. આ રૂટ કુલ ત્રણ તબક્કામાં શરૂ થશે. બીજો તબક્કો ધારાવીથી આચાર્ય અત્રે ચોક અને ત્રીજો તબક્કો ત્યાંથી કફ પરેડ સુધીનો છે. આ ત્રણેય તબક્કા માટે એમએમઆરસીએ 8 ડબ્બાની એક એવી 42 ટ્રેન ફ્રાન્સની અલસ્ટોમ કંપનીને આપ્યો હતો. એમાં 23 હજાર 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એ અનુસાર એક ટ્રેન 552 કરોડ રૂપિયાની છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
