ઘાટકોપરના પંતનગર વિસ્તારમાં ગયા અઠવાડિયે પેટ્રોલ પમ્પ પર ઈગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની માલિકીનું હોર્ડિંગ તૂટી પડતાં ૧૬ જણનાં મોત થયાં હતાં અને ૭૫ લોકો જખમી થયા હતા. ત્યાર બાદ બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ‘ટી’ વોર્ડ અંતર્ગત આવતાં ગેરકાયદે અને ઊંચાંબૅનરો કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મુલુંડ-વેસ્ટમાં રેલવે-સ્ટેશન નજીક લક્ષ્મી સદન બિલ્ડિંગની બાજુમાં વિશાળ હોર્ડિંગો લાગ્યાં હોવાનો વિડિયો મુલુંડમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. એમાં ટ્રોલ કરનારા લોકોએ BMCને ટૅગ કરીને શું આ હોર્ડિંગ્સ કાયદેસર છે? એવા સવાલો પૂછ્યા હતા. ત્યાર બાદ સફાળી જાગેલી BMCએ બીજા જ દિવસે આ તમામ મોટાં હોર્ડિંગો કાઢી નાખ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us