મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારીની શોધ કરવાની જરૂર નથી, કારણ કે, તેઓ 2029માં પણ ફરી ટોચના પદ પર રહેશે. આ નિવેદન શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતના દાવાના જવાબમાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) મોદીના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે તૈયાર છે. અગાઉ રાઉતે કહ્યું હતું કે રવિવારે મોદીની નાગપુરમાં આરએસએસ મુખ્યાલયની મુલાકાત સંઘના પ્રમુખ મોહન ભાગવતને સંદેશ આપવા માટે હતી કે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સંઘ અને ભાજપ વચ્ચેના સંબંધોમાં કડવાશના સમાચાર ગત વર્ષમાં બહાર આવ્યા હતા, આ કડીમાં વડા પ્રધાનની છેલ્લાં 11 વર્ષમાં પ્રથમ મુલાકાતથી મહારાષ્ટ્ર સહિત દેશના રાજકારણમાં અટકળોનો દોર શરૂ થયો છે.ફડણવીસે નાગપુરમાં કહ્યું કે, મોદીના ઉત્તરાધિકારીની શોધ કરવાની કોઈ જરૂર નથી. મોદી અમારા નેતા છે, અને ચાલુ રહેશે, અનુગામી મહારાષ્ટ્રમાંથી હશે તેવી અટકળોને ફગાવી દેતાં, ફડણવીસે ઉમેર્યું કે, આપણી સંસ્કૃતિમાં, જ્યારે પિતા જીવિત હોય છે, ત્યારે ઉત્તરાધિકાર વિશે વાત કરવી અયોગ્ય છે, તે મોગલ સંસ્કૃતિ છે. તેની ચર્ચા કરવાનો સમય આવ્યો નથી. આ દરમિયાન, નાગપુરમાં રહેલા આરએસએસના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ કહ્યું કે તેમને વડા પ્રધાનના સ્થાનાંતરણની કોઈ ચર્ચાની જાણ નથી.
શું મોદી નિવૃત્તિનો સંકેત આપવા આવ્યા હતા ?

સંજય રાઉતે કહ્યું હતું કે વડા પ્રધાનને 75 વર્ષની ઉંમરે નિવૃત્ત કરવામાં આવશે, શાસક સરકારના કેટલાક નેતાઓ તે ઉંમરે નિવૃત્ત થવાનો સંકેત આપતા. મોદી આ વર્ષે સપ્ટેમ્બરમાં 75 વર્ષના થશે. મોદી છેલ્લાં 11 વર્ષમાં ક્યારેય આરએસએસ મુખ્યાલયની મુલાકાત લીધી નથી, પરંતુ તેઓ રવિવારે ત્યાં ગયા હતા અને સંગઠનને જાણ કરી હતી કે, તેઓ રાજીનામું આપી રહ્યા છે. 2014 પછી વડા પ્રધાનની મુખ્યાલયની પહેલી મુલાકાતને ગયા વર્ષે ઠંડા સંબંધો પછી ભાજપના વૈચારિક માત્ર સંસ્થા પ્રત્યેના વલણમાં પરિવર્તન તરીકે જોવામાં આવી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
