વસઈના પ્રખ્યાત તુંગારેશ્વરના મહાદેવ મંદિરે જવા માટે વન વિભાગના પર્યટકો પાસેથી ૭૧ રૃપિયા વાહન શુલ્ક વસૂલતા હોવાથી શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી ફેલાઈ છે.
વસઈના નિસર્ગરમ્ય પહાડોમાં વસેલું તુંગારેશ્વર મહાદેવ મંદિરે પાલઘર જિલ્લા, થાણે, કલ્યાણ, મુંબઈના લાખો લોકો માટે આસ્થાનું સ્થાન છે. આ તુંગારેશ્વર મહાદેવ મંદિરને રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧ માં ‘ક’ શ્રેણીના પર્યટન ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તુંગારેશ્વર મહાદેવ મંદિરથી ૪ માઈલ દૂર ભગવાન પરશુરામના નિવાસસ્થાન દ્વારા પવિત્ર ‘પરશુરામ કુંડ’ તીર્થક્ષેત્ર છે. અહીં પ્રસિદ્ધ સંતશ્રી બાલયોગી સદાનંદ મહારાજનો આશ્રમ છે. તેથી આ મંદિરનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસ, મહાશિવરાત્રી અને આખા વર્ષ દરમિયાન લાખો શિવભક્તો આ મંદિરના દર્શન કરવા આવે છે.

જો કે, આ મંદિરમાં જવા માટે દરેક ભક્ત પાસેથી ટેક્સ લેવામાં આવે છે. તેમ જ પ્રત્યેક વાહન પાછળ ૭૧ રૃપિયા કર વસૂલાત કરવામાં આવે છે અને વાહન પ્રમાણે આ કર વધુ ઓછો કરવામાં આવે છે. જેના કારણે ભક્તોમાં રોષની લાગણી ફેલાઇ છે. કર ની વસૂલાતના પ્રમાણમાં ભક્તોને ખાસ સુવિધા પણ મળતી ન હોવાનું નાગરિકોનું કહેવું છે. આથી આ મંદિરમાં આવતા ભક્તો આ વસુલી બંધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. શિવસેના યુબીટીના સ્થાનિક પદાધિકારીઓએ આ મુદ્દે પાલક મંત્રીને રજૂઆતો કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
