બ્રશ કરી લીધા પછી પણ શ્વાસની દુર્ગંધ દુર થવાનું નામ ન લેતી હોય તો આ સમસ્યાને દુર કરવા રુટીનમાં કેટલીક વસ્તુઓ ચાવીને ખાવાનું શરુ કરો. તેનાથી શ્વાસની દુર્ગંધ દુર થશે.
ઘણા લોકો સવારે બ્રશ કરે અને મોં સાફ કરી લે તેમ છતાં તેમને શ્વાસમાંથી વાસ આવવાની સમસ્યા સતાવે છે. શ્વાસમાંથી સતત વાસ આવવા પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે. બ્રશ કર્યા પછી પણ શ્વાસમાંથી વાસ આવવી તેની પાછળ મસાલેદાર આહાર અને સ્વાસ્થ્ય સમસ્યા જવાબદાર હોઈ શકે છે. જો તમે પણ ફ્રેશ બ્રેથ આખો દિવસ જાળવી રાખવા માંગો છો અને મોઢાની દુર્ગંધથી મુક્તિ મેળવવા માંગો છો તો આજે તમને કેટલીક ટિપ્સ જણાવીએ. રૂટિનમાં આ આદતોને ફોલો કરવાથી શ્વાસમાંથી આવતી વાસની સમસ્યા દૂર થશે અને લોકોની વચ્ચે શરમજનક સ્થિતિમાં નહીં મૂકાવવું પડે.
બ્રશ કર્યા પછી પણ શ્વાસમાંથી વાસ આવવાના કારણ

– વધારે પડતું મસાલેદાર ભોજન કે લસણ, ડુંગળી જેવી વસ્તુઓનું સેવન કરવાથી મોઢામાંથી વાસ આવી શકે છે.
– જો બરાબર રીતે બ્રશ કરવામાં ન આવે અને દાંતની વચ્ચે બેક્ટેરિયા વધી રહ્યા હોય તો પણ મોઢામાંથી વાસ આવે છે.
– પેટની સમસ્યા કે કોઈ ગેસ્ટ્રીક સમસ્યા હોય ત્યારે પણ મોઢામાંથી વાસ આવી શકે છે.
શ્વાસની દુર્ગંધને દુર કરવાના ઘરેલુ ઉપાય
1. શ્વાસમાં તાજગી જાળવી રાખવા માટે બ્રશ કર્યા પછી તુલસીના અથવા તો ફુદીનાના પાન ધીરે ધીરે ચાવીને ખાવા તેનાથી પ્રાકૃતિક રીતે બદબૂ ઓછી થાય છે.
2. બ્રશ કર્યા ઉપરાંત મોઢાની સારી રીતે સફાઈ કરવી જોઈએ નિયમિત રીતે જીભને પણ સાફ કરવી. કંઈ પણ વસ્તુ ખાધા પીધા પછી એન્ટી બેક્ટેરિયલ માઉથવોશનો ઉપયોગ કરવો અને કોગળા કરવા.

3. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. જો પૂરતું પાણી પીવામાં ન આવે તો મોઢું સુકાઈ જાય છે અને તેના કારણે પણ શ્વાસમાંથી વાસ આવે છે.
4. જમ્યા પછી વરીયાળી કે એલચી મોઢામાં રાખી ધીરે ધીરે ચાવવી. તેનાથી બેક્ટેરિયા પણ દૂર થાય છે અને મોઢામાંથી આવતી ભોજનની દુર્ગંધથી પણ મુક્તિ મળે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
