શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ રામબાગ-માટુંગા દ્વારા પરંપરાગત રીતે જ્ઞાતિ કુળદેવ શ્રી દરિયાલાલજીની જન્મજયંતિ-ચૈત્રી બીજ ચંદ્રદર્શન ઉત્સવ રવિવાર, તા.૩૦ માર્ચ ૨૦૨૫ના રોજે રામબાગ પટાંગણ, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (ઈસ્ટ) સેરે. સ્થળે ઉજવાશે. બપોરે ૩.૩૦ કલાકે પૂજા-અર્ચના સાથે સ્થાપના, બપોરે ૪.૩૦ કલાકે મહાઆરતી અને સાંજે ૬.૩૦થી ૯.૩૦ સુધી દરિયાલાલ ધેગનો મહાપ્રસાદ યોજાશે. સર્વે જ્ઞાતિજનોને લાભલેવા આમંત્રણ છે. મંડળ દ્વારા રિચર્ડસન ક્રુડાસ ગ્રાઉન્ડ, એલબીએસ રોડ, મુલુન્ડ (વેસ્ટ) ખાતે તા. ૧૪ નવે.થી ૨૦ નવે. સુધી શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ રામબાગ માટુંગાના યજમાનપદે ૫૦૧ પોથી સામૂહિક શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથાપારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે.

દેશ વિદેશમાં વસતા કચ્છી લોહાણા જ્ઞાતિ પરિવારો પોથીદીઠ રૂા.૧૧૦૦ સ્વૈચ્છિક યોગદાન આપી વહેલા તે પહેલાના ધોરણે પોથી નોંધાવી શકશે. યોગદાનની જમા થયેલ રકમ ગૌદાન માટે અર્પણ કરાશે. વધુ વિગત માટે સંપર્ક મનુભાઈ દેવચંદ કોઠારી ૯૭૦૨૮ ૮૫૦૯૫, માલતીબેન કોઠારી ૩૧૯૯૯, ભરતભાઈ સચદે: ૯૩૨૪૩ ૫૦૦૦૧ તેમજ મંડળ કાર્યાલય: ૮૮૭૯૮ ૧૧૦૫૦નો સંપર્ક કરવો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
