શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ દ્વારા દરિયાસ્થાન સ્ટ્રીટ વડગાદીના દરિયાલાલ મંદિરે તા ૩૦/૦૩/૨૦૨૫ ના રવિવાર રોજે કુળદેવ શ્રી દરિયાલાલ જન્મ જયંતિ ચૈત્રીબીજ-ચંદ્ર દર્શન ઉત્સવ ઉજવણીનું આયોજન કરાયું છે. ૧૬૩ વર્ષથી ઝળહળતી અખંડ જ્યોતના પુનિત સાંનિધ્યમાં થનારા ઉત્સવ કાર્યક્રમમાં સવારે ૭.૦૦ કલાકે પ્રાત આરતી, સવારે ૦૮.૦૦ કલાકે ચોપાટી સમુદ્રતટે વિલ્સન કોલેજની સામે દરિયાપૂજન, સવારે ૧૦.૩૦ કલાકે દરિયાસ્થાન મંદિર દ્વારે પૂજન યાત્રાનું સામૈયું, સવારે ૧૧.૩૦ કલાકે મધ્યાહન આરતી, સવારે ૧૧.૩૦ થી બપોરના ૨.૦૦ કલાક સુધી મહાપ્રસાદ તથા સવારે ૧૧.૩૦ થી રાત્રે ૮ સુધી દરિયાલાલ દેગ, દડિયા પ્રસાદનું વિતરણ, સાંજે ૭.૩૦ કલાકે સાંય આરતીનો કાર્યક્રમ નિર્ધારિત છે. શુકનવંતા પર્વ દિને પુનિત અખંડ જ્યોતના દર્શન કરી કુળદેવશ્રીના આશિષ અને પ્રસાદનો લાભ લેવા સમસ્ત જ્ઞાતિજનો તેમજ શ્રધ્ધાળુ ભક્તજનોને હાર્દિક નિમંત્રણ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
