તા.૩૦ માર્ચ રવિવારના ચિત્ર સુદ-૧ ચંદ્રદર્શન ચૈત્રી બીજ દિને ઈષ્ટદેવ દરિયાલાલ દાદાની જન્મ જયંતિ પ્રસંગે ચૈત્રી બીજ ઘેગ મહોત્સવનું ભવ્ય આયોજન શ્રી કચ્છી લોહાણા મહાજન ટ્રસ્ટ મુલુંડના ઉપક્રમે કરાયું છે. જેમાં કચ્છી લોહાણા મહાજનવાડી, દરિયાસ્થાને સવારે ૯ કલાકે શ્રી દરિયાલાલ દાદાનું પૂજન તથા મંદિર શિખરે નૂતન ધ્વજારોહણ, આરતી સવારે ૧૦ કલાકે, દર્શન તથા દડિયા પ્રસાદ સવારે ૧૦ થી રાત્રે ૧૦ દરમ્યાન. જયારે સાંજના સમયે રિચર્ડસન એન્ડ ક્રુડાસ ગ્રાઉન્ડ, એલ. બી.એસ. રોડ, મુલુંડ (વેસ્ટ) સ્થળે સાંજે ૬.૩૦ કલાકે દરિયાલાલ દાદાની સંગીતમય સમૂહ આરતી, સાંજે ૭ થી રાત્રે ૧૦ દરમ્યાન ભક્તિબેન આસાણી તથા સાથી કલાકારો સંગાથે ભજન સંધ્યા તથા ઘેગ મહાપ્રસાદ સાંજે ૭ થી રાત્રે ૧૧ કલાકે રાખવામાં આવેલ છે.

મહાપ્રસાદના સૌજન્ય શુભેચ્છક પૂ. વીરબાઈ મા અને પૂ. સંત શ્રી જલારામ બાપા તરફથી હસ્તે એક ભક્ત તરફથી. આ સમગ્ર મહોત્સવમાં ભાવિક ભક્તજનો તથા સહુ જ્ઞાતિજનોને સપરિવાર પધારી દર્શન-મહાપ્રસાદનો લાભ લેવા શ્રી કચ્છી લોહાણા મહાજન ટ્રસ્ટ મુલુંડ તરફથી હાર્દિક આમંત્રણ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
