બાન્દ્રાની હોટેલમાં બોલાચાલી પછી યુવાન પર ચાકુ હુલાવનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. સંબંધિત ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મળતી માહિતી અનુસાર ઘટના બુધવારની રાતે બાન્દ્રા પૂર્વમાં બેહરામ બાગ ખાતેની એક હોટેલમાં બની હતી. બોલાચાલી થતાં આરોપીએ યુવાન પર ચાકુથી હુમલો કર્યો હતો. યુવાન પર ફરી હુમલો કરનારા આરોપીને હોટેલના સ્ટાફે પકડી પાડયો હતો.

હોટેલમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં આ ઘટના કેદ થઈ હતી. બાદમાં કૅમેરાનાં ફૂટેજ વાયરલ થયા હતા. આ પ્રકરણે નિર્મલનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. યુવાનને ગંભીર ઇજા થઈ નહોતી. સારવાર બાદ તેનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું ઝોન-૮ના ડીસીપીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
