“અદભૂત અદભૂત “ના ઉદ્ગાર પ્રગટ કરાવી દે તેવી ભવ્યતા – દિવ્યતા અને અનેક વિવિધતાથી શોભતી શોભાયાત્રામાં હજારો ભાવિકો જોડાઈને ત્યાગધર્મની કરશે અનુમોદના
માંગલ્યતા, પવિત્રતા અને અલૌકિક દિવ્યતાનાં દર્શન કરાવનારી આ દીક્ષાર્થી શોભાયાત્રામાં અષ્ટમંગલના સુંદર પ્રતીકો, સ્વસ્તિકધારી ભાવિકો, મંગલ કલશધારી બહેનો, લહેરાતા ધર્મધ્વજ, પંચ મહાવ્રતની પ્રસ્તુતિ, લાઈવ મોડલ્સ, નયનરમ્ય પ્રોજેક્ટ્સ, સુંદર ફ્લોટ્સ અને દેવવિમાન જેવા શણગારેલા દીક્ષાર્થીઓના રથ સહિતની અનેકવિધ પ્રસ્તુતિઓ ત્યાગધર્મનો જયકાર ગજાવશે, જિનશાસનની ગરિમાને વધારી અને ઘાટકોપરના રાજમાર્ગોને ભવ્યતા અર્પશે.
આજના જનરેશનમાં મોજ-શોખ, સુખ-સમૃદ્ધિ, સ્વજન-પરિવાર અને સમગ્ર સંસારનો ત્યાગ કરીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ-શરણમાં દીક્ષા લઈ રહેલા ૪ મુમુક્ષુઓની ભવ્ય શોભાયાત્રાનું આયોજન તા. ૨૫ નવેમ્બર ૨૦૨૬, બુધવારે સવારે ૦૮:૧૫ કલાકે ઘાટકોપર ખાતે કરવામાં આવ્યું છે.

મુમુક્ષુઓની સંસારત્યાગની ભાવનાની અનુમોદના કરતી આ શોભાયાત્રા સમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ, શ્રી મિલીબેન જિગરભાઈ શેઠ પરિવારના નિવાસસ્થાન દેવાંગ હાઇટ્સ, ૯૦ ફિટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર ઈસ્ટથી પ્રારંભ થઈ ઘાટકોપરના રાજમાર્ગો પરથી પસાર થઈ આરાધ્ય ભક્તિ પાર્ક, હોકી ગ્રાઉન્ડ, ઘાટકોપર ખાતે ધર્મસભામાં પરિવર્તિત થશે.
બાળપ્રતિભાઓને જિનશાસનના રંગે રંગવા લુક એન લર્ન જૈન જ્ઞાન ધામ દ્વારા ૮થી ૧૫ વર્ષનાં સર્વ બાળકો માટે ‘સંયમ આર્ટ સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું છે. ‘સંયમ’ વિષય પર ચિત્રો બનાવવાની આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને મોટા ઇનામો મળશે. શ્રેષ્ઠ ૧૦ થી ૨૦ ચિત્રોને શોભાયાત્રામાં સ્થાન મળશે અને બાળકો પોતાનાં સર્જન સાથે જોડાઈ શકશે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


