ઓમાનની ઉપરથી પસાર થયેલા વાવાઝોડાની અસરને કારણે સંયુક્ત આરબ અમીરાત(UAE)માં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે UAEની રાજધાની દુબઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દુબઈના રસ્તાઓ, ઘરો અને મોલમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકો હેરાન થઇ રહ્યા છે.

સોમવારે મોડી રાતથી મંગળવાર સવાર સુધી ભારે વરસાદ વરસતા આ સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન અધિકારીઓએ અસ્થિર હવામાનની આગાહી કરી છે. UAEના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ દેશના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવધ રહેવા માટે કહેવામાં આવ્યું છે. એવામાં ઓમાનમાં ભારે વરસાદને કારણે 18 લોકોના મોત થયા છે.

ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા ઘણા પેસેન્જર પ્લેન ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દિવસ દરમિયાન એરપોર્ટની ગતિવિધિઓ 25 મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી. એરપોર્ટ પરથી 50થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ભારે વરસાદ અને પવનને કારણે બપોરે 25 મિનિટ માટે કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી, જો કે તે ફરી શરૂ થઈ ગઈ છે અને હવે રિકવરી મોડમાં છે.”

UAEના સ્થાનિક મીડિયાના રીપોર્ટસ અનુસાર, રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ દુબઈ, અબુ ધાબી અને શારજાહના રહેવાસીઓને આગામી 48 કલાકમાં અસ્થિર હવામાન પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. બુધવાર રાત સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના નિષ્ણાતના જણાવ્યા મુજબ, “દુબઈ, અબુ ધાબી, શારજાહ અને અમીરાતના અન્ય સ્થળોએ માત્ર ભારે વરસાદ જ નહીં પરંતુ કરા પડવાની પણ સંભાવના છે. લોકોને પૂરની સંભાવનાવાળા વિસ્તારોથી દૂર સુરક્ષિત અને ઊંચા સ્થળોએ તેમના વાહનો પાર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે.”

દુબઈ મેટ્રોની રેડ લાઈન સેવાઓ ખોરવાઈ ગઈ છે. કેટકાલ મેટ્રો સ્ટેશન ઘૂંટણિયે પાણીથી ભરાઈ ગયું હતું. તેમજ દુબઈથી અબુધાબી, દુબઈથી શારજાહ અને દુબઈથી અજમાનની બસ સેવા બંધ કરવામાં આવી હતી. મુખ્ય શોપિંગ સેન્ટરો દુબઈ મોલ અને અમીરાતના મોલમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

ઘણા લોકો દુબઈ મોલમાં ફસાઈ ગયા છે કારણ કે તે મેટ્રો અને બસ સર્વિસ બંધ છે. ઘણા લોકો જેબલ અલી મેટ્રો સ્ટેશન પર ફસાયેલા છે. શેખ ઝાયેદ રોડ પર પણ લોકો બસો અને ટેક્સીઓમાંથી બહાર રસ્તા પર ચાલીને જતા જોવા મળ્યા

ઓમાનની ઉપરથી પસાર થયા પછી, વાવાઝોડું સંયુક્ત આરબ અમીરાત, બહેરીન અને કતારના વિસ્તારોમાં પહોંચી ગયું છે. UAE ના કેટલાક વિસ્તારોમાં 24-કલાકના સમયગાળામાં 80 મિલીમીટર (3.2 ઇંચ) થી વધુ વરસાદ નોંધાયો છે, જે વાર્ષિક સરેરાશ આશરે 100 mmની નજીક છે. ઓમાનમાં વાવાઝોડાને કારણે મૃત્યુઆંક 18 થઈ ગયો છે અને બે લોકો ગુમ છે.હતા.વરસાદને કારણે સમગ્ર UAEમાં શાળાઓ બંધ હતી અને આજે પણ બંધ રહી શકે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us