હિન્દુ નવ વર્ષ ગુડી પડવાના પર્વની ઉજવણી માટે પૂરજોશમાં પૂર્વતૈયારી થઈ રહી છે. ગુડી પડવાના શુભ મૂહુર્તમાં ઘર, કાર, ટુ-વ્હીલર, ટેલિવિઝન, મોબાઇલની ડિલિવરી મેળવવા માટે લોકોએ દિવસો પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી રાખ્યું છે.
મહારાષ્ટ્રીયનોની બહોળી વસતી ધરાવતા દાદર, પરેલ, લાલબાગ, ગિરગામ અને મુલુંડ, ઘાટકોપર, થાણે, ડોમ્બિવલી, કલ્યાણની બજારોમાં ગુડી પડવાના પર્વની રોકન દેખાવા લાગી છે. ગુડી, ગુડીને ઓઢાડવામાં આવતી રેડીમેડ સાડી, રંગબેરંગી સાકરના અને પતાસાના હાર, તાંબા-પીત્તળના કળશ વગેરે ચીજો વેંચાવા લાગી છે.

કારની અંદર કે ઓફિસના ટેબલ પર ટચુકડી મિની ગુડી સ્ટેન્ડ પર ગોઠવવાનો ટ્રેન્ડ થોડા વર્ષોથી શરૃ થયો છે. હવે તો પર્વની ઉજવણીના પ્રતીકરૃપે પણ મિની ગુડી ભેટ અપાય છે. એટલે મિની ગુડીનું ધૂમ વેંચાણ થઈ રહ્યું છે.
આવતી કાલથી દાદરની સૌથી મોટી ફૂલ બજારમાં જાતજતાના ફૂલો તેમ જ આંબાની ડાળો, કડવા લીંબડાના પાનની લોકો મોટાપાયે ખરીદી શરૃ કરી દેશે. દાદરમાં તો આંબાની ડાળ અને લીંબડાના પાનના વેચાણ માટે મહિલાઓ રેલવે સ્ટેશનના પુલ ઉપર પણ ગોઠવાઈ જતી હોય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
