ચીઝ, દૂધ અને પનીર સહિતની ખાદ્ય ચીજોમાં ભેળસેળ માટે મકોકા લાગુ કરાશે. આ સંદર્ભમાં હાલના કાયદામાં જરુરી સુધારા કરાશે એમ રાજ્ય સરકારે જણાવ્યું છે.
રાજ્યમાં દૂધમાંથી બનતાં પનીરને બદલે વેજીટેબલ ઓઈલ સહિતની ચીજોમાંથી બનતું એનાલોગ પનીર વેચાય છે અને ઠેર ઠેર નકલી પનીર મળી રહ્યું હોવા બાબતે ધારાસભ્ય વિક્રમ પચપુતેએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. અગાઉ પચપુતે નકલી પનીરના જથ્થા સાથે વિધાનસભામાં પણ આવ્યા હતા અને તેમણે અધ્યક્ષને આ પનીર ચાખી જોવા જણાવ્યું હતું.
તે વખતે થયેલી ચર્ચા બાદ નક્કી થયા મુજબ નાયબ મુખ્યમંત્રી અજિત પવારની અધ્યક્ષતામાં વિધાનસભા ભવનના સમિતિ કક્ષમાં બેઠક યોજાઈ હતી

તેમાં અજિત પવારે ખાતરી આપી હતી કે દૂધમાં ભેળસેળ અટકાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને મશીનરી ખરીદવા માટે ખાદ્ય અને ઔષધ વહીવટ વિભાગને પૂરક માંગણીઓમાં વધારાનું ભંડોળ પૂરું પાડવામાં આવશે.
દૂધમાં ભેળસેળની તપાસ માટે રાજ્યવાર લેબ સુવિધા આપવાતથા ફરિયાદ નિવારણ માટે ટોલ ફ્રી નંબરો જારી કરવા સહિતની બાબતો પણ આ બેઠકમાં ચર્ચાઈ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
