દિશા સાલિયનના પિતા સતીશ સાલિયને મંગળવારે જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ ફરિયાદ સુપરત કરી હતી. આ લેખિત ફરિયાદમાં વિસ્ફોટક આરોપો લગાવ્યા છે. એના અનેક હાઇ પ્રોફાઇલ વ્યક્તિઓના નામ લેવામાં આવ્યા છે. સતીશ સાલિયનના એડવોકેટ નિલેશ ઓઝાના જણાવ્યા મુજબ જોઈન્ટ પોલીસ કમિશરને સુપરત થયેલી ફરિયાદ અનુસાર દિશા કેસને રફેદફે કરી આદિત્ય ઠાકરેને બચાવવાના પ્રયાસ પાછળ ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ માસ્ટર માઈન્ડ છે. દિશાના મૃત્યુના સંદર્ભમાં શિવસેના (યુબીટી) વિધાનસભ્ય આદિત્ય ઠાકરે અને અન્ય લોકો સામે કેસ નોંધવા માંગણી પણ આ ફરિયાદમાં કરવામાં આવી છે.
જૂન ૨૦૨૦માં તેમની પુત્રી અને અભિનેતા સુશાત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુની આસપાસના સંજોગોની નવેસરથી તપાસની માંગ કરતી બોમ્બે હાઇકોર્ટમાં અરજીના થોડા સમયમાં જ સતીશ સાલિયન તેમના વકીલ સાથે દક્ષિણ મુંબઇમાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસની ઓફિસ પહોંચ્યા હતા.
સતીશ સાલિયનની હાઇકોર્ટની અરજીમાં જણાવાયું હતું કે દિશા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. કેટલાક પ્રભાવશાળી વ્યક્તિઓને બચાવવા માટે રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું હતું. અરજીમાં આદિત્ય ઠાકરે વિરૃદ્ધ એફઆઇઆર નોંધવાની અને તપાસ સીબીઆઇને ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. આ અરજીની એપ્રિલના પહેલાં અઠવાડિયામાં સુનાવણી કરાય એવી શક્યતા છે.

હું મારી પુત્રી માટે ન્યાયની અપેક્ષા રાખું છું, સતીશ સાલિયને જોઇન્ટ સીપીને ફરિયાદ નોંધાવ્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું. હું હવે નહીં બોલું, મને ચક્કર આવી રહ્યા છે. એમ તેમણે કહ્યું હતું.
તેમના વકીલ નિલેશ ઓઝાએ જણાવ્યું હતું કે આદિત્ય ઠાકરે અને અન્ય લોકો સામે કેસ નોંધવાની માંગ કરતી ફરિયાદ મુંબઇ પોલીસને સુપરત કરવામાં આવી હતી.
બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે બાંદરા સ્થિત પોતાના ફલેટમાં આત્મહત્યા કરી હતી. તેના છ દિવસ પહેલા ૮ જૂન, ૨૦૨૦ના રોજ મલાડમાં એક બિલ્ડિંગમાં ૧૪માં માળેથી પડી જવાથી દિશા સાલિયાનનું મૃત્યું થયું હતું. જેના કારણેબંને કેસ વચ્ચે સંભવિત જોડાણ અંગે તીવ્ર અટકળો શરૃ થઇ હતી.
ફરિયાદમાં અભિનેતા ડીનો મોરિયા, સુરજ પંચોલી, તેમના બોડીગાર્ડ, સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે અને અભિનેત્રી રિયા ચક્રવર્તીનું પણ નામ હોવાનું કહેવાય છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે એનસીબીની તપાસ આદિત્ય ઠાકરેની ડ્રગ રેકેટ સામે જોડે છે.

વકીલ નિલેશ ઓઝાએ જણાવ્યું હતું કે આજે સમે સીપી ઓફિસમાં લેખિત ફરિયાદ દાખલ કરી છે અને જોઇન્ટ સીપીએ તેને સ્વીકારી લીધી છે. આ કેસમાં આરોપીઓને બચાવવામાં પરમબીર સિંહ મુખ્ય સૂત્રધાર હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને આદિત્ય ઠાકરેને બચાવવા માટે જુઠાણા ચલાવ્યા હતા. આ બધી વિગતો ફરિયાદમાં છે.
આદિત્ય ઠાકરે આ ગેંગરેપ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી છે. ઉદ્ધવ ઠાકરેએ આ કેસને છુપાવવા માટે સત્તાનો દુરુપયોગ કરવાના આરોપી છે. આદિત્ય ઠાકરે ડ્રગ્સ કાર્ટેલમાં છે અને તે એનસીબીની તપાસના પેપરથી સાબિત થાય છે. આ વિગતોનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આજે અમે આના સંદર્ભમાં કેટલીક તસવીરો પણ જાહેર કરીશું, ઓઝાએ કહ્યું કે આઇપીસી કલમ ૪૦૯ હેઠળ તપાસમાં ખુલાસો થઇ શકે છે કે તે અન્ય હત્યાના સાાથે કાવતરામાં પણ સામેલ હતો.
સ્ટીવ પિન્ટોની પોસ્ટનો ઉલ્લેખ દિશાનો એક મિત્ર છે જેનું નામ સ્ટીવ પિન્ટો છે. જેણે તેના ટ્વિટ એકાઉન્ટ પર એક પોસ્ટ લખી હતી એમા ૭ જૂન ૨૦૨૦ના રોજ એકતા કપૂરના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેના સંબંધિત તમામ સંકેતો આપવામાં આવ્યા હતા. વકીલ નિતીન ઓઝાએ પણ માહિતી આપી કે સ્ટીવ પિન્ટો તે દિવસથી ગુમ છે. અમે ફરિયાદમાં લખ્યું હતું કે જો અમારી ફરિયાદ ખોટી નીકળે તો અમને ફાંસી આપી દેજો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
