સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ એક નિવેદન દ્વારા ઉપ મુખ્ય મંત્રી અજિત પવારે જે કહ્યું તેનો જ પુનરુચ્ચાર કર્યો હોવાનો દાવો કરીને શિવસેના નેતા એકનાથ શિંદેને ફરી લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. મને આ ટોળાનો ડર લાગતો નથી. આથી હું છુપાઈ બેસીને આ પ્રકરણ શાંત થાય તેની વાટ જોઈશ નહીં. હું કશું જ ખોટું બોલ્યો નથી.
અજિત પાવરે આ પૂર્વે જે કહ્યું તે જ હું બોલ્યો છું.દરમિયાન મુંબઈ પોલીસની એક ટીમ મંગળવારે સવારે 11 વાગ્યે કામરાના ઘરે પહોંચી હતી, પરંતુ તે મળી આવ્યો નહોતો. ઘરમાં તેનાં માતા- પિતાં જ હતાં. કામરાને સમન્સ બજાવવા છતાં તે હાજર નહીં થતાં પોલીસ તેના ઘરે પહોંચી હતી.કામરાએ પોતાની કવિતામાં વાંધાજનક ટિપ્પણી કરીને ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેને લક્ષ્ય બનાવ્યા પછી તેણે શોનું રેકોર્ડિંગ કર્યું તે સ્ટુડિયોની શિંદે સેના દ્વારા ભારે ભાંગફોડ કરવામાં આવી હતી. આ પછી કામરાએ ચાર પાનાંનું નિવેદન બહાર પાડ્યું છે, જેમાં તેણે ઉક્ત દાવો કર્યો છે.

કુણાલે જણાવ્યું કે ભાષણ અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારનો ઉપયોગ ફક્ત શક્તિશાળી અને શ્રીમંત લોકોએ જ ખુશામત કરવા માટે નહીં કરવો જોઈએ. એક શક્તિશાળી વ્યક્તિની કિંમતે એક વિનોદ સહન કરવાની તમારી અસમર્થતા મારા અધિકારીનું સ્વરૂપ બદલી શકશે નહીં. મારી માહિતી અનુસાર આપણા નેતાઓની અને રાજકીય વ્યવસ્થાની મશ્કરી કરવી તે કાયદાના વિરોધમાં નથી.આમ છતાં મારી પર કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરવા હું પોલીસ અને કોર્ટને સહયોગ આપવા તૈયાર છું.
જોકે મારા વિનોદને લઈ ભાંગફોડ કરવાની ઘટનાને વાજબી પ્રતિક્રિયા માની એવા લોકોને ન્યાય અને સમાન કાયદો લાગુ થશે? કોઈ પણ પૂર્વસૂચના નહીં આપતાં હથોડાથી ભાંગફોડ કરનારા ચૂંટાઈ નહીં આવેલા મહાપાલિકાના સભ્યોને પણ તે લાગુ થશે?

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
