હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સર્વેની પ્રતિષ્ઠિત સંસ્થા ધી મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિયેશનની 2025થી 2028ની કાર્યવાહક સમિતિની ત્રિવાર્ષિક ચૂંટણી ગુરુવાર, 27 માર્ચે સવારે 10થી સાંજે 7 સુધી સંસ્થાના ડાયમંડ હોલ- એઈ0010, ‘‘એ’’ ટાવર, ભારત ડાયમંડ બુર્સ (બીડીબી), બીકેસીમાં યોજાશે.
જે સભ્યો પંચરત્ન ડાયમંડ હોલમાં મતદાન કરવા માટે અગાઉથી નોંધણી કરી છે તેઓ 22, પંચરત્ન ડાયમંડ હોલ, ઓપેરા હાઉસમાં સવારે 10થી સાંજે 5 વચ્ચે મત આપી શકશે. પ્રમુખપદે ભરતભાઈ શાંતિલાલ શાહ બિનહરીફ હોવાથી ઉપ પ્રમુખ, માનદ મંત્રી અને કાર્યવાહક સમિતિના 24 સભ્યો માટે આ ચૂંટણી યોજાશે.

ઉપ પ્રમુખ માટે રાજેન પરીખ અને પ્રકાશ નવીનચંદ્ર સંઘવી, માનદ મંત્રી માટે વિનય રતનલાલ જૈન અને વિનોદ મફતલાલ સંઘવીએ ઉમેદવારી નોંધાવી છે. 24 સભ્યની કાર્યવાહક સમિતિ માટે 37 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.જેમણે 12 માર્ચ સુધી એસોસિયેશનનું લવાજન ભર્યું હોય તેઓ જ મત આપી શકશે. ઉપ પ્રમુખ માટે એક અને માનદમંત્રી માટે એક મત આપવાનો રહેશે. કાર્યવાહક સમિતિ માટે ઓછામાં ઓછા 12 મત આપવાનું ફરજિયાત રહેશે. તે કરતાં ઓછા મતવાળું અને 24 કરતાં વધુ મતવાળું તેમ જ છેકછાકવાળું મતપત્રક રદ થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
