સ્કૂલના પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓની જાતીય સતામણી કરનારા ૨૭ વર્ષના બસ-અટેન્ડન્ટની ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે પ્રાઇવેટ સ્કૂલના સ્ટુડન્ટ્સ બસમાં ઘાટકોપરના થીમ પાર્કમાં ગયા ત્યારે આ ઘટના બની હતી.

કાપુરબાવડી પોલીસ સ્ટેશનના જે. પી. પાટીલે જણાવ્યું હતું કે ‘આરોપીએ વિદ્યાર્થિનીઓ તેમ જ વિદ્યાર્થીઓને નાસ્તો આપતી વખતે અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. એને લઈને અમુક વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને તેમના પેરન્ટ્સને આ વિશે વાત કરી હતી. તેમની ફરિયાદના આધારે આરોપી સામે આઈપીસીની કલમ ૩૫૪, ૩૫૪એ અને પૉક્સો ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.’

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us