કાંદિવલી (પૂર્વ)ના આંગણે જૈન શાસનની શોભા વધારતો એક ઐતિહાસિક અને ભક્તિમય અવસર આકાર લઈ રહ્યો છે. શ્રી શાંતિનાથ ઝાલાવાડ શ્વે. મૂ. પૂ. જૈન સંઘના પ્રાંગણે આજથી એટલે કે 20 નવેમ્બરથી 24 નવેમ્બર, 2026 દરમિયાન પ્રથમવાર શ્રી શત્રુંજય મહાતીર્થની ભવ્ય પ્રતિકૃતિ પર ‘પંચદિવસીય કાર્તિક પૂર્ણિમા મહોત્સવ’નું અદભુત આયોજન કરવામાં આવ્યું છે.
30×60 ફૂટની વિશાળ પ્રતિકૃતિમાં નવ ટૂંકનો વૈભવ દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન પ. પૂ. મુનિરાજ શ્રી વિનીતરત્ન વિજયજી મ. સા. તેમજ પ. પૂ. પંન્યાસ શ્રી દીક્ષિતરત્ન વિજયજી મ. સા.ની પાવન નિશ્રામાં આ સમગ્ર મહોત્સવ ઉજવાશે. દામોદરવાડીની સામે, અશોક ચક્રવર્તી રોડ ખાતે આવેલી ‘ગુણ વિનીત નગરી’માં 30 ફૂટ પહોળી, 60 ફૂટ લાંબી અને 20 ફૂટ ઊંચી શ્રી શત્રુંજય ગિરિરાજની આબેહૂબ મીની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિકૃતિમાં દાદા આદિનાથનો દરબાર, નવ ટૂંકનો અલૌકિક વૈભવ અને જિનમંદિરોની ભવ્ય શૃંખલા ભાવિકોને ઘરઆંગણે જ પાલિતાણાની યાત્રા કરાવશે.

પાંચ દિવસ સુધી ભક્તિ, કલા અને આરાધનાનો ત્રિવેણી સંગમ શુક્રવાર તા. 20-11-2026 થી મંગળવાર તા. 24-11-2026 સુધી ચાલનારા આ મહોત્સવમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક આકર્ષણો જમાવટ કરશે:
- ભક્તિ અને સંગીત: સુપ્રસિદ્ધ ગાયક જૈનમ વારીયાની ભક્તિ સંધ્યા અને શ્રી વર્ધમાન શક્રસ્તવની આરાધના.
- કલાત્મક પૂજાઓ: નાળિયેરના પત્તામાંથી તૈયાર કરાયેલી કલાત્મક મહાપૂજા અને 40-40 વાજિંત્રોના દિવ્ય નાદ સાથે વાજિંત્ર પૂજા.
- રંગોળી અને પ્રવચન: આકર્ષક ફિગર તથા વોટર રંગોળીની સજાવટ અને પૂજ્ય ગુરુભગવંતોના મુખેથી શત્રુંજય માહાત્મ્યના પ્રવચનો.
- વિશેષ આયોજન: ભાવિકો માટે રજત મુદ્રાનો લક્કી ડ્રો, વિશિષ્ટ પ્રભાવના અને આમંત્રિતો માટે નવકારશીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
મુંબઈમાં પાંચમી વખત ભવ્ય આયોજન ઉલ્લેખનીય છે કે મુંબઈના વિવિધ ઉપનગરોમાં આ અગાઉ તારદેવ (પ્રતિક્ષા જૈન સંઘ), પરેલ (શાંતિકમલ જૈન સંઘ), લાલબાગ (ગુડેચા ગાર્ડન જૈન સંઘ) અને શ્રી ચેમ્બુર જૈન સંઘમાં આ ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ હવે પાંચમી વખત કાંદિવલી (પૂર્વ)ના શ્રી શાંતિનાથ જૈન સંઘને આ અવસર પ્રાપ્ત થયો છે.
કાર્તિકી પૂનમે 108 નામોચ્ચાર સાથે સિદ્ધશિલાનો મહાભિષેક મહોત્સવના અંતિમ દિવસે, કારતક સુદ પૂનમ એટલે કે મંગળવાર તા. 24-11-2026 ના રોજ સવારે 7:00 કલાકે ‘ગુણ વિનીત નગરી’માં એક વિશેષ ઇતિહાસ રચાશે. સર્વપ્રથમવાર સંગીતસભર વાતાવરણમાં શ્રી શત્રુંજય મહાતીર્થના 108 નામોના ઉચ્ચારણ પૂર્વક ‘શ્રી શત્રુંજયની સિદ્ધશિલાનો મહાભિષેક’ કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ સંઘોમાંથી આચાર્ય ભગવંતો, પંન્યાસ ભગવંતો, શ્રમણ-શ્રમણી ભગવંતો તેમજ વિવિધ જૈન સંઘોના અગ્રણીઓ અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહી ધર્મલાભ લેશે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


