શહેરમાં ગેરકાયદેસર રીતે બાંધકામનો કાટમાળ (ડેબ્રિસ) ઠાલવનારાઓ સામે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વરલી વિસ્તારમાં બાંધકામ અને ડિમોલિશન (C&D) વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનો વારંવાર ભંગ કરવા બદલ BMCએ એક કન્સ્ટ્રક્શન કંપનીને ₹3 લાખનો ભારે દંડ ફટકાર્યો છે. કંપનીની સાઇટ પર બે વખત બિનઅધિકૃત ડમ્પર ટ્રકો કાર્યરત જણાતા પાલિકાએ આ કડક કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉની સૂચનાઓ છતાં કંપનીની બેદરકારી વરલીના ડૉ. એની બેસન્ટ રોડ પર જી/સાઉથ (G/South) વોર્ડ હેઠળ આ બાંધકામ સાઇટ આવેલી છે. અગાઉ 12 ઓક્ટોબરના રોજ યોજાયેલી એક બેઠકમાં આ સાઇટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તે સમયે પાલિકા દ્વારા કંપનીને નીચે મુજબના ફરજિયાત નિયમોનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી:
- મુંબઈ ડેબ્રિસ કંટ્રોલ એન્ડ ટ્રેકિંગ સિસ્ટમ (MDCTS) પર નોંધણી કરાવવી.
- વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન માટે પાલિકાની સત્તાવાર મંજૂરી મેળવવી.
- કાટમાળના પરિવહન માટે માત્ર અધિકૃત ટ્રાન્સપોર્ટર્સનો જ ઉપયોગ કરવો.
- તમામ વાહનોમાં વ્હીકલ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (VTMS) ઇન્સ્ટોલ કરવી.

તપાસમાં ખુલી પોલ: રસ્તા અને ફૂટપાથ પર ઠલવાતો હતો કાટમાળ પાલિકાની સ્પષ્ટ સૂચનાઓ છતાં ત્યારબાદ હાથ ધરવામાં આવેલા નિરીક્ષણોમાં કંપનીની સતત બેદરકારી સામે આવી હતી. આ સાઇટ પરથી નીકળતો બાંધકામનો કાટમાળ ગેરકાયદેસર રીતે જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પર ઠાલવવામાં આવતો હોવાની ફરિયાદો પણ ઉઠી હતી, તેમજ સાઇટની આસપાસના વિસ્તારની યોગ્ય જાળવણી પણ કરવામાં આવતી ન હતી.
બે દિવસમાં બે વખત ઝડપાયા ગેરકાયદે ડમ્પર નિયમોના ઉલ્લંઘનની હદ ત્યારે વધી ગઈ જ્યારે 18 નવેમ્બરના રોજ અને ત્યારબાદ 18 અને 19 નવેમ્બરની મધ્યરાત્રિએ એમ બે વખત સાઇટ પર બિનઅધિકૃત ડમ્પર ટ્રકો કાટમાળની હેરફેર કરતા ઝડપાયા હતા. વારંવારની ચેતવણીઓને અવગણવા બદલ આખરે BMCએ કડક પગલાં ભરીને કંપની પાસેથી ₹3 લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી કરી છે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


