મુંબઈ: મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાને રવિવારે સાંજે ટિટવાલા રેલવે સ્ટેશન પર એક અજીબોગરીબ ઘટનાને કારણે થોડા સમય માટે બ્રેક લાગી હતી. એક અજાણ્યો વ્યક્તિ અચાનક લોકલ ટ્રેનની છત પર ચઢી જતાં સ્ટેશન પર હાજર મુસાફરોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ચેઈન પુલિંગ કરીને ટ્રેન અટકાવવામાં આવી રેલવે અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે રાત્રે આશરે ૮:૨૧ વાગ્યાની આસપાસ બની હતી. ટ્રેનની છત પર કોઈ વ્યક્તિ ચઢી ગયો હોવાનું ધ્યાને આવતા જ એક સતર્ક મુસાફરે તાત્કાલિક ઈમરજન્સી ચેઈન ખેંચીને ટ્રેનને અટકાવી દીધી હતી. ટ્રેન અચાનક ઊભી રહી જતાં મુસાફરોમાં કૂતુહલ અને ભય જોવા મળ્યો હતો, જેના પગલે રેલવે તંત્ર તરત જ હરકતમાં આવ્યું હતું.

મોટી દુર્ઘટના ટાળવા OHE પાવર સપ્લાય બંધ કરાયો ઘટનાની જાણ થતા જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના જવાનો અને સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટ્રેનની ઉપરથી પસાર થતા હાઈ-વોલ્ટેજ ઓવરહેડ ઈક્વિપમેન્ટ (OHE) વાયરોને કારણે તે વ્યક્તિને વીજ કરંટ લાગવાનું ગંભીર જોખમ હતું. કોઈ મોટી જાનહાનિ ન થાય અને તે વ્યક્તિને સુરક્ષિત રીતે નીચે ઉતારી શકાય તે માટે RPF અને સ્ટેશન માસ્તર દ્વારા ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુરક્ષાના ભાગરૂપે રાત્રે આશરે ૮:૨૬ વાગ્યે ઓવરહેડ વીજ પુરવઠો (OHE) બંધ કરી દેવામાં આવ્યો હતો. વીજ પુરવઠો બંધ કરાતા રેલવે સ્ટાફે બચાવ કામગીરી હાથ ધરી હતી, જેના કારણે ટિટવાલા રૂટ પર ટ્રેન વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


