કચ્છી સમાજના શિરોમણી, જાણીતા દાનવીર અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરી (ઉંમર 80 વર્ષ)નું રવિવારે સાંજે અવસાન થતા સમગ્ર કચ્છી સમાજ, પરિવારજનો અને ઔદ્યોગિક જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મૂળ કચ્છના નાના ભાડીયા ગામના વતની અને ‘આરતી ઈન્ડસ્ટ્રીઝ’ના સ્થાપક ચંદ્રકાંતભાઈની તબિયત છેલ્લા દસેક દિવસથી નાદુરસ્ત હતી, જેના પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ રવિવારે સાંજે 4.00 વાગ્યાના સુમારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

સમાજસેવા અને ઔદ્યોગિક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન
ચંદ્રકાંતભાઈ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ ‘પર દુઃખભંજન’ અને ધર્મપરાયણ વ્યક્તિત્વ ધરાવતા સાચા સમાજસેવક હતા. ‘ઉદ્યોગરત્ન’ તરીકે ખ્યાતિ પામેલા ચંદ્રકાંતભાઈએ પોતાના વ્યવસાયની સાથે સાથે સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યોમાં હંમેશા ઉદાર હાથે દાન આપીને સમાજના ઉત્થાનમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમના નિધનના સમાચાર મળતા જ કચ્છી સમાજના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોએ ઊંડું દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
અંતિમયાત્રાની વિગત
પરિવારના નિકટવર્તી સૂત્રોના જણાવ્યા અનુસાર, સદગતની અંતિમયાત્રા સોમવારે સવારે 10.00 કલાકે તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાન 1801, રિચમંડ ક્લિફ એવેન્યુ, હીરાનંદાની ગાર્ડન્સ, પવઈ ખાતેથી નીકળશે. સ્વર્ગસ્થ ચંદ્રકાંતભાઈ પોતાના પરિવારમાં ધર્મપત્ની જયાબેન, પુત્ર અને પુત્રી સહિત બહોળો પરિવાર વિલાપ કરતા મૂકી ગયા છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…


