થાણા પશ્ચિમમાં આવેલા વાગલે એસ્ટેટ વિસ્તારના શ્રીનગર ખાતે આવેલી એક ઈમારતના મીટર રૂમમાં રવિવારે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે મીટર રૂમમાં રહેલા ત્રણ વીજળીના મીટર બોક્સ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાની થઈ નથી.
વહેલી સવારે ૩:૦૦ વાગ્યે બની ઘટના
ઠાણે આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management) સેલના જણાવ્યા અનુસાર, શ્રીનગર વિસ્તારમાં જેન મંદિર પાસે આવેલી ‘અમર મહલ’ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત મીટર રૂમમાં આગ લાગી હોવાની માહિતી રવિવારે વહેલી સવારે લગભગ ૩:૦૩ વાગ્યે મળી હતી. આ ઈમારત ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત એક માળ અને ટેરેસ રૂમ ધરાવે છે.

ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે ધસી ગઈ
આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ, રેસ્ક્યૂ વાહન અને ફાયર એન્જિન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આ સિવાય આપત્તિ વ્યવસ્થાપન સેલનો સ્ટાફ, મહાવિતરણ (MSEDCL)ના કર્મચારીઓ અને શ્રીનગર પોલીસ સ્ટેશનનો કાફલો પણ રાહત અને બચાવ કામગીરી માટે સ્થળ પર આવી પહોંચ્યો હતો.
૨૫ મિનિટમાં આગ પર મેળવાયો કાબૂ
ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમના સઘન પ્રયાસોથી સવારે ૩:૨૫ વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. સમયસર હાથ ધરાયેલી કાર્યવાહીને કારણે આગ બિલ્ડિંગના ઉપરના માળ સુધી ફેલાતા અટકી હતી, જેનાથી મોટો અકસ્માત ટળ્યો હતો અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ હતી.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



