હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર (વિશ્વનાથ પાટેકર)નું ૭૫ વર્ષની વયે ગોવા ખાતે હૃદયરોગના તીવ્ર હુમલા (Cardiac Arrest)ના કારણે નિધન થયું છે. ગોવા સ્થિત દોના પૌલા ખાતેના ફ્લેટમાં સીનેમાં તીવ્ર દુખાવા બાદ તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને ત્વરિત મણિપાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ સવારે ૫:૨૦ વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા.
મોડી રાત્રે મિત્રને મેસેજ કરી કહ્યું હતું- “સારું નથી લાગતું”
હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના વડા ડો. શેખર સાલકરના જણાવ્યા અનુસાર, નાના પાટેકરે રાત્રે આશરે ૨:૩૦ વાગ્યે પોતાના એક મિત્રને મેસેજ કરીને તબિયત સારી ન હોવાની જાણ કરી હતી. રાત્રિનો સમય હોવાથી મેસેજ મોડો જોતા મિત્ર અને કેરટેકર આશરે ૪:૦૦ વાગ્યે તેમના ઘરે પહોંચ્યા હતા. તે સમયે તેમને ખૂબ પરસેવો વળી રહ્યો હતો અને સ્થિતિ સતત બગડી રહી હતી.

એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી મેડિકલ ટીમ ઘરે પહોંચી ત્યારે તેઓ કોઈ રિસ્પોન્સ આપતા નહોતા. ટીમે તુરંત કાર્ડિયક મસાજ (CPR) શરૂ કર્યું હતું અને હોસ્પિટલમાં પણ સતત ૪૫ મિનિટ સુધી તેમને બચાવવાના ભગીરથ પ્રયાસો કરાયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.
મેડિકો-લીગલ કેસ અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા
આ ઘટના સમયે પરિવારના સભ્યો તેમની સાથે ન હોવાથી અને તેમને હોસ્પિટલ મૃત હાલતમાં જ લાવવામાં આવ્યા હોવાથી, કાયદાકીય પ્રક્રિયા મુજબ આ મામલાને મેડિકો-લીગલ કેસ (MLC) તરીકે નોંધવામાં આવ્યો છે. અચાનક થયેલા મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે તેમના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોવા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો છે.
‘ગમન’ થી ‘નટસમ્રાટ’ સુધીની અવિસ્મરણીય સફર
૧૯૭૮માં ફિલ્મ ‘ગમન’થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરનાર નાના પાટેકરે ‘પરિંદા’, ‘ક્રાંતિવીર’, ‘અગ્નિ સાક્ષી’, ‘ખામોશી’, ‘અબ તક છપ્પન’ અને ‘નટસમ્રાટ’ જેવી યાદગાર ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય આપ્યો હતો. તેમની ઉત્કૃષ્ટ અદાકારી માટે તેમને ૩ નેશનલ ફિલ્મ એવોર્ડ અને વર્ષ ૨૦૧૩માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

રાજકીય અને બોલિવૂડ જગતમાં શોકની કાલીમા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, નાના પાટેકર માત્ર પરદા પર જ નહીં પણ પોતાના વાસ્તવિક જીવનમાં પણ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે ‘નામ ફાઉન્ડેશન’ દ્વારા મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની જે સેવા કરી છે તે ક્યારેય ભૂલી શકાશે નહીં.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/InDRknMaSTQCOE24MRAoPg
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



