નવરાત્રિ પર્વ નજીક આવતા જ થાણે શહેરમાં ગરબાનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. ‘ધર્મવીર આનંદ દિઘે પ્રતિષ્ઠાન” અને “ક્રેડાઈ-MCHI થાણે’ના સંયુક્ત ઉપક્રમે ૧૧ થી ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા રેમંડ ગ્રાઉન્ડ (થાણે પશ્ચિમ) ખાતે ભવ્ય “રાસ-રંગ થાણે ૨૦૨૬” મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૫ સપ્ટેમ્બરે ભૂમિપૂજન બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી.

મહોત્સવના મુખ્ય આકર્ષણો
સંગીત અને કલાકારો-‘દાંડિયા કિંગ” નૈતિક નાગડા, N2 બેન્ડ, એન્કર ગિરીશ શર્મા તેમજ પ્રતીક બારોટ, કોશા પંડ્યા, નયન સોલંકી, ભૂમિ ધ્રિમાલી અને અક્ષય કામ્બળે જેવા કલાકારો સુર અને તાલથી ખેલૈયાઓને ઝૂમાવશે. રોજ સાંજની આરતી અને સેલિબ્રિટીઝ–દરરોજ સાંજે ૭ વાગ્યે મહાઆરતી યોજાશે, જેમાં બોલિવૂડ– ટીવી સેલિબ્રિટીઝ તેમજ વરિષ્ઠ IAS અને IPS અધિકારીઓ હાજરી આપશે.

વિશેષ સામાજિક આયોજન-
૩ ઓક્ટોબર (સાંજે ૫.૦૦) દિવ્યાંગ (દિવ્યાંગ) બાળકો માટે ખાસ દાંડિયા. ૧૫ ઓક્ટોબર (સાંજે ૫.૦૦) TMC સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે દાંડિયા. ૧૯ ઓક્ટોબર સાંજે ૫.૦૦ કલાકે આરતી સ્પર્ધાનું આયોજન.

૧૨,૦૦૦થી વધુ ખેલૈયાઓ ઉમટશે
દિવસે ને દિવસે લોકપ્રિય બની રહેલા આ ઉત્સવમાં દરરોજ ૧૨,૦૦૦થી વધુ લોકો જોડાવાની શક્યતા છે. કાર્યક્રમની એન્ટ્રી પાસ ‘BookMyShow’ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત, સ્થાનિક કેબલ નેટવર્ક અને સેટેલાઈટ ચેનલ પર પણ આ ગરબા મહોત્સવનું સીધું પ્રસારણ (Live Telecast) કરવામાં આવશે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455
Follow us on Instagram & Facebook by clicking the logo below…



