મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ચાલુ મેટ્રો બ્રિજના બાંધકામ સ્થળેથી સીમેન્ટનો ભારે બ્લોક માથા પર પડતાં ૨૩ વર્ષીય યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઈજાગ્રસ્ત યુવકની ઓળખ શાદાબ તરીકે થઈ છે.
ફોન પર વાત કરવા ઊભા રહેતા બની ઘટના મળતી માહિતી મુજબ, આ ઘટના કાશીમીરા વિસ્તારમાં આવેલા અક્ષિત બાર બહાર બની હતી. શાદાબ રસ્તો ઓળંગી રહ્યો હતો તે જ સમયે ફોન આવતાં તે રસ્તાની વચ્ચે ઊભો રહીને વાત કરવા લાગ્યો હતો. તે દરમિયાન ઉપર ચાલી રહેલા મેટ્રો નિર્માણ કાર્યમાંથી એક મોટો સીમેન્ટનો બ્લોક સીધો તેના માથા પર આવી પડ્યો હતો.

ગંભીર હાલતમાં કલાક સુધી રસ્તા પર પડી રહ્યો દુર્ઘટના બાદ માથામાં ગંભીર ઈજાઓ પહોંચવા છતાં શાદાબ લગભગ એક કલાક સુધી રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડી રહ્યો હતો. રસ્તાના કિનારે મોટા વાહનો પાર્ક કરેલા હોવાને કારણે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો કે રાહદારીઓનું ધ્યાન તેના પર ગયું નહોતું. આખરે એક સ્થાનિક વ્યક્તિની નજર પડતાં તેને તાત્કાલિક રીક્ષામાં મીરા રોડ સ્થિત વોકહાર્ટ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.
હાલમાં શાદાબની સ્થિતિ ગંભીર છે અને વોકહાર્ટ હોસ્પિટલમાં તેની સર્જરી ચાલી રહી છે. સ્થાનિકોએ મેટ્રો પ્રોજેક્ટના સેફ્ટી પ્રોટોકોલ અને બેદરકારી સામે ભારે વિરોધ નોંધાવ્યો છે.

Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

