અનંત ચતુર્દશીના પવિત્ર દિવસે ગણપતિ વિસર્જન માટે ઉમટી પડતા ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 25 અને 26 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ દરમિયાન ચર્ચગેટથી વિરાર વચ્ચે 12 વધારાની સ્પેશિયલ લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ સાથે જ મુસાફરોની સુવિધા અને સલામતી માટે ચાર્ની રોડ સ્ટેશન પર વધારાના બુકિંગ કાઉન્ટર અને ટ્રેનોના સ્ટોપેજમાં અસ્થાયી ફેરફારો કરવામાં આવ્યા છે.
સ્પેશિયલ લોકલ ટ્રેનોનું સમયપત્રક (SPL-1 થી SPL-12) વિસર્જન બાદ મોડી રાત્રે ઘરે પરત ફરતા શ્રદ્ધાળુઓ માટે 6 જોડી (કુલ 12) સ્પેશિયલ લોકલ ટ્રેનો ચલાવવામાં આવશે. આ તમામ ટ્રેનો ચર્ચગેટ અને વિરાર વચ્ચેના તમામ સ્ટેશનો પર ઊભી રહેશે:

- ચર્ચગેટથી વિરાર (ડાઉન સેવાઓ): મોડી રાત્રે 1:15 વાગ્યાથી સવારે 3:45 વાગ્યા દરમિયાન દોડશે.
- વિરારથી ચર્ચગેટ (અપ સેવાઓ): રાત્રે 12:15 વાગ્યાથી સવારે 3:00 વાગ્યા દરમિયાન દોડશે.
ચાર્ની રોડ સ્ટેશને ટ્રેનોના ઓપરેશનમાં ફેરફાર ચૌપાટી પર વિસર્જન માટે આવતા ભક્તોની ભારે ભીડને નિયંત્રિત કરવા માટે 25 સપ્ટેમ્બરે ચાર્ની રોડ સ્ટેશને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે:
- ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ: સાંજે 5:00 થી રાત્રે 8:30 વાગ્યા દરમિયાન મુંબઈ સેન્ટ્રલથી ચર્ચગેટ વચ્ચે દોડતી 37 ફાસ્ટ (અપ) ટ્રેનોને તમામ સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે.
- 15-કાર લોકલ અંગે સૂચના: યોગ્ય પ્લેટફોર્મ લંબાઈ ઉપલબ્ધ ન હોવાને કારણે 15-કાર વાળી 3 લોકલ ટ્રેનો ગ્રાન્ટ રોડ, ચાર્ની રોડ અને મરીન લાઇન્સ સ્ટેશને ઊભી રહેશે નહીં.

આ સિવાય ભક્તોની સુવિધા માટે ચાર્ની રોડ સ્ટેશન પર વધારાના ટિકિટ બુકિંગ કાઉન્ટરો પણ શરૂ કરવામાં આવશે જેથી ટિકિટ લેવા માટે લાંબી લાઈનો ન લાગે.
Join Gurjarbhoomi Whats App Community by clicking the link follows… https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
For more details… Contact 9322529232 / 9324483455

