પર્યુષણ મહાપર્વ નિમિત્તે 8 સપ્ટેમ્બર અને 15 સપ્ટેમ્બર 2026 એમ બે દિવસ કતલખાના, માંસની દુકાનો તથા ચિકન વેચાણની દુકાનો બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
પોલીસ ઉપ-આયુક્ત, ભિવંડી પરિક્ષેત્ર-2 દ્વારા આ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, દિનાંક 8 સપ્ટેમ્બર 2026 પર્યુષણ મહાપર્વનો પ્રથમ દિવસ અને દિનાંક 15 સપ્ટેમ્બર 2026 અંતિમ દિવસ છે. આ બંને દિવસોમાં ભિવંડી પરિક્ષેત્ર-2 હેઠળ આવતા તમામ કતલખાના તેમજ માંસ અને ચિકન વેચાણની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવાની રહેશે.

મુંબઈ ઉચ્ચ ન્યાયાલય અને મહારાષ્ટ્ર શાસન દ્વારા ગઠિતમહારાષ્ટ્ર પ્રાણી કલ્યાણ કાયદા સન્નિયંત્રણ સમિતિના સદસ્ય અશોક જૈને જણાવ્યું હતું કે, આ આદેશ શ્રી સમસ્ત જૈન મહાસંઘ, ભિવંડી દ્વારા કરવામાં આવેલા પત્રવ્યવહારના અનુસંધાને આ આદેશ જારી કરવામાં આવ્યો છે. પર્યુષણ મહાપર્વ દરમિયાન જૈન સમાજની ધાર્મિક લાગણીઓનું સન્માન જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસ ઉપ-આયુક્તના જણાવ્યા અનુસાર, આદેશનો કડક અમલ થાય તે માટે સંબંધિત પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
પૂર્વ અને પશ્ચિમ વિભાગના સહાયક પોલીસ આયુક્ત તેમજ ભિવંડી પરિક્ષેત્ર-2 હેઠળના તમામ પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીઓને પોતાના કાર્યક્ષેત્રમાં જરૂરી બંદોબસ્ત ગોઠવવા અને આદેશનું પાલન સુનિશ્ચિત કરવા જણાવાયું છે.

ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/Lq3zyzww3SV9hJK04b1VVA
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
