થાણે શહેરમાં ચાર શખ્સો દ્વારા કથિત રીતે માનસિક ત્રાસ આપવા અને પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા બાદ 32 વર્ષીય યુવકે પરિવાર સાથેના વીડિયો કોલ દરમિયાન ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, તેમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પીડિતે છોડેલા એક વીડિયો મેસેજમાં જે ચાર શખ્સોના નામ આપ્યા હતા, તેમના આધારે દાઈઘર પોલીસે ફરિયાદ નોંધાતા આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો છે.

મુંબ્રાના રહેવાસી પીડિત 14 ઓગસ્ટની વહેલી સવારે પોતાના ઘરે તેની માતા અને ભાઈ સાથે વીડિયો કોલ પર વાત કરતી વખતે સીલિંગ ફેન સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો તાત્કાલિક તેના નાગાંવ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા, બંધ દરવાજો તોડીને દુપટ્ટો કાપીને તેને નીચે ઉતાર્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
