રોજ સવારે 1 ચમચી મધ સાથે કલોંજી ખાવાથી શરીરને એક, બે નહીં 5 બીમારીઓથી રાહત મળી શકે છે. આ 5 બીમારીઓ કઈ છે અને કલોંજી અને મધ તેમાં કેવી રીતે અસર કરે છે તેના વિશેની જાણકારી મેળવીએ.
સવારનો સમય સૌથી ખાસ હોય છે. સવારે ખાલી પેટ કેટલીક વસ્તુઓ ખાવાથી શરીરને વધારે ફાયદો થાય છે. દિવસની શરુઆત કેવી છે તેનો આધાર આખા દિવસની એનર્જી પર હોય છે. એટલા માટે જ સવારે ખાલી પેટ કઈ વસ્તુઓ ખાવી કઈ નહીં તેના પર વધારે ભાર મુકવામાં આવે છે. આજે તમને એવી 2 વસ્તુઓ વિશે જાણકારી આપીએ જેને સવારે ખાલી પેટ લેવાથી ડાયાબિટીસ સહિત 5 સમસ્યામાં ફાયદો થઈ શકે છે.
કલોંજી અને મધ હેલ્થ માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. મધ અને કલોંજીનું મિશ્રણ ઓવરઓલ હેલ્થ સુધારવામાં મદદ કરી શકે છે. જો કે તેનો અર્થ એવો નથી કે મધ અને કલોંજી દવા છે અને બીમારી ઠીક થઈ શકે છે. તેના નિયમિત સેવનથી હેલ્થને સપોર્ટ મળે છે. મધ અને કલોંજી કોઈ દવાનો વિકલ્પ નથી.

મધ અને કલોંજી લેવાથી થતા 5 લાભ
1. જો તમે સવારે રોજ મધ અને કલોંજી એકસાથે ખાવ છો તો તમને શરીરમાં ફાયદા જોવા મળી શકે છે. કલોંજી અને મધ બ્લડ શુગર મેનેજ કરવામાં મદદ કરી શકે છે. એકવાત ધ્યાનમાં રાખવી કે મધ અને કલોંજી ડાયાબિટીસની દવાનો વિકલ્પ નથી.
2. જે લોકોને પાચન સંબંધિત સમસ્યા અવારનવાર થતી હોય તેઓ પણ મધ અને કલોંજી લઈ શકે છે. મધ અને કલોંજી લેવાનું શરુ કર્યા પછી પેટ ફુલવું, પેટ ભારે થવું, અપચો જેવી સમસ્યાથી રાહત મળી શકે છે.
3. હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ પણ મધ અને કલોંજી લઈ શકે છે. સવારે મધ અને કલોંજી લેવાથી તેનાથી યૌગિક રક્ત વાહિકાઓને ઠીક કરવામાં મદદ કરે છે.
4. કલોંજી અને મધ ખાવાથી સોજા અને ઓક્સીડેટિવ સ્ટ્રેસથી બચાવ કરવામાં મદદ મળી શકે છે.

5. જો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી છે તો તેને કલોંજી અને મધનું સેવન કરી શકો છો. કલોંજી અને મધ બંનેમાં એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે જે હેલ્થ માટે લાભકારી છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
આ 5 ફાયદા ઉપરાંત મધ અને કલોંજી ખાવાથી શરદી, ઉધરસ સહિતની સમસ્યાથી રાહત મળી શકે છે. તેનાથી સ્કિન પર ચમક આવે છે. આ ફાયદા માટે સવારે ખાલી પેટ અડધી ચમચી કલોંજી અથવા કલોંજીનો પાવડર 1 ચમચી મધમાં મિક્સ કરી ખાઈ લેવો.
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 9 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 1 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
