મુલુન્ડ (ઈસ્ટ) વિસ્તારમાં સાયબર ક્રાઈમનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા ૩૨ વર્ષીય યુવકનો મોબાઈલ ફોન હેક કરીને સાયબર ભોપાળાઓએ તેના બેંક ખાતામાંથી રૂ. ૩.૯૯ લાખની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. આ બનાવ અંગે નવઘર પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત સાયબર ઠગો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મેસેજ આવતાં જ બેંક એકાઉન્ટમાંથી નાણાં ગાયબ: પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત ૧૬ જુલાઈએ ધર્મેશ મુલુન્ડ (ઈસ્ટ) સ્થિત વરિયા સુપર શોપમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન સાંજે આશરે ૬.૩૦ વાગ્યાની આસપાસ તેમના મોબાઈલ પર બેંકમાંથી નાણાં કપાયા હોવાના ટેક્સ્ટ મેસેજ આવ્યા હતા. મેસેજ જોઈને ધર્મેશ ચોંકી ગયા હતા.

૬ ટ્રાન્ઝેક્શન અને રૂ. ૩.૯૯ લાખનો સફાયો: ઘટના બાદ ૨૮ જુલાઈએ ધર્મેશે પોતાના ભાઈ સાથે વાત કરી હતી અને બંને ભાઈઓ બેંકની શાખાએ પહોંચ્યા હતા. બેંકમાં તપાસ કરાવતાં જ તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેમના એકાઉન્ટમાંથી સાયબર ઠગોએ કુલ ૬ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને રૂ. ૩.૯૯ લાખની રકમ ઉપાડી લીધી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તપાસ હાથ ધરી: બેંક સત્તાવાળાઓએ ઓનલાઈન ફ્રોડ થયો હોવાનું સ્પષ્ટ કરતાં જ ધર્મેશે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરીને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ તેમણે નવઘર પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેના એકાઉન્ટ ડિટેલ્સના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
