પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ મુંબઈ શિવમય બનવા જઈ રહ્યું છે. શિવભક્તો માટે ઘાટકોપર શિવભક્ત પરિવાર, ઘાટકોપર ગુજરાતી સમાજ અને ‘સ્વર’ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે એક દવ્ય ભજનસંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
શિવભક્ત પ્રવીણ છેડા દ્વારા છેલ્લા ૬ વર્ષથી ચાલી આવતી આ પરંપરાને આગળ ધપાવતા સતત સાતમા વર્ષે આ ભક્તિમય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
કાર્યક્રમની રૂપરેખા:
- તારીખ અને સમય: સોમવાર, ૧૭ ઑગસ્ટ (સાંજના ૬:૦૦ વાગ્યાથી)
- સ્થળ: ભજન સમાજ પ્રાંગણ, ગારોડિયાનગર, ઘાટકોપર (ઈસ્ટ)

ખ્યાતનામ કલાકારોની સુરાવલીઓ: આ ભજનસંધ્યામાં ગુજરાતી અને ભક્તિ સંગીત ક્ષેત્રના જાણીતા કલાકારો મહાદેવના ભજનોની રમઝટ બોલાવશે:
- ઉમેશ બારોટ, ટીના છેડા, સુનીલ સોની, અમિત સિંહા અને ભારતી સાવલા
- આશા પ્રજાપતિ, ગૌરાંગ સોની, સંગીતા કરજાણા, અમીષા તન્ના અને ધ્રુવી ભરવાડા
- રેખા દરજી, ઓઘડ ભારવાડ, ખ્યાતિ રાંભિયા, ભક્તિ આસાણી, કમલેશ બારોટ, કરસન બારોટ તથા ગોવિંદ ગઢવી
વિશેષ આકર્ષણ અને સુવિધાઓ:
- સંગીત અને ટેકનોલોજી: વિક્રમ નિઝામા અને તેમની ટીમ દ્વારા જીવંત સંગીત સંગત, આધુનિક LED સ્ક્રીન અને ઉત્કૃષ્ટ સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા.
- મહાપ્રસાદ (ફરાળ): દર્શનાર્થે આવતા તમામ શિવભક્તો માટે ‘ખિલાણી ફાઉન્ડેશન’ તરફથી ફરાળની મફત સોય.
આયોજકો તરફથી તમામ ધર્મપ્રેમી જનતાને શ્રાવણના પ્રથમ સોમવારે આ ભક્તિ, સંગીત અને આધ્યાત્મિક્તાના ત્રિવેણી સંગમમાં પધારી શિવ આરાધનાનો લ્હાવો લેવા ભાવભર્યું નિમંત્રણ છે.
સંપર્ક સૂત્ર: વધુ વિગત કે માહિતી માટે પરેશ નિકમ (93224 48899) અથવા વિક્રમ નિઝામા (98920 96366) નો સંપર્ક કરવો.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
