મુંબઈ મહાપાલિકાએ મુંબઈમાં વધતા રસ્તા અકસ્માતો રોકવા માટે શહેરના 48 બ્લેકસ્પોટને સુધારવાની અને સુરક્ષિત કરવાની યોજના તૈયાર કરી છે. મહાપાલિકાએ એના માટે 22 કરોડ રૂપિયાના ટેંડર જારી કર્યા છે. આ યોજના અંતર્ગત રસ્તા સુરક્ષા વધારવા અને દુર્ઘટનાઓ ઓછી કરવા સ્ટ્રકચરલ સુધારા કરવામાં આવશે.
આ બ્લેકસ્પોટ્સમાં અમરમહલ જંકશન, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડનો ઈંટરસેક્શન, સાયન સર્કલ જંકશન, કિંગ સર્કલ, સાકીનાકા જંકશન, હાજીઅલી જંકશન, મલાડમાં મીઠ ચોકી, વર્લીનો બિંદુ માધવ ઠાકરે જંકશન, માહિમ જંકશન અને ઘાટકોપર પૂર્વમાં છેડાનગર જંકશનનો સમાવેશ છે.

એમાંથી મોટા ભાગના ઠેકાણા હાઈસ્પીડ કોરિડોર અને હાઈવે પર સ્થિત છે જ્યાં ભારે વાહનોની અવરજવર થતી રહે છે અને દુર્ઘટના થવાની શક્યતા વધારે હોય છે. રસ્તા ઉખડેલા અને ખરાબ અવસ્થામાં હશે ત્યાં રસ્તાઓને સપાટ બનાવવા કોંક્રિટ નાખવામાં આવશે. ઉપરાંત થર્મોપ્લાસ્ટિક રોડ સાઈન ડિવાઈડર પર પીળા અને કાળા રંગનું માર્કિંગ તથા બીજા સુરક્ષાના ઉપાય કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ફૂટપાથ પહોળી કરવામાં આવશે.
કેન્દ્રિય રસ્તા પરિવહન અને હાઈવે મંત્રાલય અનુસાર બ્લેકસ્પોટ એટલે 500 મીટરનો એવો એરિયા જ્યાં સતત ત્રણ વર્ષમાં પાંચ ગંભીર રસ્તા અકસ્માત થયા હોય અને 10 કે એનાથી વધુ લોકોના મૃત્યુ થયા હોય. મહાપાલિકાના અધિકારીઓના જણાવવા મુજબ સર્વેક્ષણમાં નોંધાયેલા કેટલાય ઠેકાણે રસ્તા ઉખડી ગયા છે અથવા સપાટ નથી. ત્યાં રાહદારીઓ માટે જરૂરી જગ્યા ઉપલબ્ધ નથી. કેટલાય ડિવાઈડર તૂટેલા છે જે વાહનો માટે જોખમ બની રહ્યા છે.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
For more details… Contact 9322529232 / 9324483455
