મુલુંડ-વેસ્ટમાં આવેલી વિકાસ પૅરેડાઇઝ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લક્ષ્મી ફરસાણના જાણીતા સંચાલક અને ૬૭ વર્ષીય રમણીકભાઈ દેઢિયાએ બિલ્ડિંગના ૧૩મા અને ૧૪મા માળ વચ્ચેની સીડીની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો છે. આ અણધારી દુર્ઘટનાથી કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રમણીકભાઈ તેમના પરિવાર સાથે મુલુંડ-વેસ્ટના ભક્તિ માર્ગ પર આવેલા વિકાસ પૅરેડાઇઝ કૉમ્પ્લેક્સ (ટાવર-૩)માં રહેતા હતા અને ડોમ્બિવલીમાં તેમની ૫૦ વર્ષ જૂની પ્રખ્યાત ‘લક્ષ્મી ફરસાણ’ ની દુકાન ચલાવતા હતા. ગઈકાલે સવારે રમણીકભાઈએ પત્નીને ‘ડ્રેગન ફ્રૂટ ખાવું છે’ તેમ કહીને ફ્રૂટ લેવા મોકલ્યા હતા. પત્ની માર્કેટ ગયા અને મોટી વહુ રસોડામાં રોટલી બનાવી રહી હતી, તે જ દરમિયાન રમણીકભાઈ ઘરમાંથી બહાર નીકળ્યા અને ૧૩મા તથા ૧૪મા માળ વચ્ચેની બારીમાંથી નીચે કૂદી ગયા. સોસાયટીના લોકો દ્વારા જાણ થતાં પરિવારજનો તુરંત નીચે દોડી આવ્યા હતા, જ્યાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
પોલીસ તપાસ અને સુસાઇડ નોટ
મુલુંડ પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને રમણીકભાઈના ઘરના મંદિરમાંથી એક સુસાઇડ-નોટ મળી આવી છે.
સુસાઇડ નોટનો દાવો: આ નોટમાં તેમણે પોતાની બીમારીથી કંટાળીને આત્યંતિક પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
નાના ભાઈ પંકજ દેઢિયાના જણાવ્યા અનુસાર, રમણીકભાઈને લાંબા સમયથી કફની તકલીફ હતી અને છેલ્લા ૪-૫ દિવસથી તાવ આવતો હોવાથી તેઓ દુકાને જઈ શકતા નહોતા. તેઓ નાની બીમારીમાં પણ ખૂબ ચિંતા કરતા હતા અને ઊંડાણપૂર્વક વિચારવા લાગતા હતા. જોકે, પરિવારના મતે તેમને કોઈ મોટી કે જીવલેણ બીમારી નહોતી.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
For more details… Contact 9322529232 / 9324483455
