ગળામાં ખારાશ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ આ સામાન્ય સમસ્યા જો લાંબા સમય સુધી રહે તો આ સ્થિતિ કેન્સરની બીમારી તરફ લઈ જઈ શકે છે. આવો જાણીએ કેટલા દિવસથી વધુ ગળાની ખારાશને નજરઅંદાજ ન કરવી જોઈએ?
આજના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્યને એવી રીતે નજરઅંદાજ કરે છે, જેમ તે સૌથી સ્વસ્થ હોય. પરંતુ ધ્યાન આપવા જેવી વાત છે કે શરીરમાં જોવા મળતા કેટલાક ફેરફારને આપણે સામાન્ય સમજીએ તે હકીકતમાં મોટી બીમારી તરફ ઈશારો પણ કરે છે. તેથી જરૂરી છે કે સમય રહેતા યોગ્ય જાણકારી હાસિલ કરી લો. તેવામાં એક સમસ્યા વિશે આજે અમે તમને જણાવીશું, જે છે લાંબા સમય સુધી ગળામાં ખારાશની સમસ્યા. આમ તો તે જોવામાં સામાન્ય લાગે છે, પરંતુ એક્સપર્ટ માને છે કે જો તે લાંબા સમય સુધી રહે તો તેને હળવાશમાં ન લો. સતત રહેતી ગળાની ખારાશ માથા અને ગળા (Head and Neck) ના કેન્સરનો શરૂઆતી સંકેત હોઈ શકે છે.

કેટલા દિવસ ગળામાં ખારાશ રહે તો નજરઅંદાજ ન કરો?
બદલાતા હવામાનને કારણે ગળામાં ખારાશની સમસ્યા થઈ શકે છે, જેનું મોટું કારણ ફ્લૂ કે વાયરલ સંક્રમણ હોઈ શકે છે, પરંતુ જો ગળાની ખારાશ સતત 2 સપ્તાહથી વધુ રહે તો તે સામાન્ય વાત નથી અને તત્કાલ ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. એટલું જ નહીં તેની સાથે જો અવાજ બેસી જાય, અવાજ ભારે થાય, મોઢાની અંદર એવો ઘાવ હોય જે લાંબા સમય સુધી ઠીક ન થાય, ભોજન ગળે ઉતારવામાં સમસ્યા થાય અને ગરદનમાં ગાંઠ કે સોજા જેવી સમસ્યા જોવા મળે તો તેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરો. ઘણા એક્સપર્ટ જણાવે છે કે ઘણા દર્દી ત્યારે હોસ્પિટલ પહોંચે છે, જ્યારે કેન્સર ખુબ વધી ગયું હોય છે. લોકો તેને સામાન્ય સમસ્યા માની નજરઅંદાજ કરતા રહે છે.
ક્યા કારણોથી વધે છે હેડ એન્ડ નેક કેન્સર?
જાણકારી અનુસાર માથા અને ગરદનનું કેન્સર ત્યારે વિકસિત થાય છે, જ્યારે આ ભાગની કોશિકાઓ (Cells) માં અસામાન્ય ફેરફાર થવા લાગે છે અને તે નિયંત્રણ વગર ઝડપથી વધવા લાગે છે. ભારતમાં માથા અને ગરદનના કેન્સરના સૌથી મોટા કારણોમાંથી એક છે તમાકુ અને દારૂનું સેવન. વધુ માત્રામાં બીડી પીવી, સિગારેટ, ગુટખા, તમાકુ, પાન મસાલા અને દારૂનું સેવન કેન્સરનો ખતરો વધારે છે. એટલું જ નહીં ખરાબ ઓરલ હેલ્થ, દાંત અને પેઢાની સારી રીતે સફાઈ ન કરવી અને પરિવારમાં કોઈ કેન્સરનો ઈતિહાસ ખતરો વધારે છે. જો તમારા પરિવારમાં કેન્સરનો ઈતિહાસ રહ્યો છે અને તમે ધૂમ્રપાન-દારૂનું સેવન કરો છો તો તમારે વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

કઈ રીતે બચી શકે છે તમારો જીવ?
તેવું નથી કહેતા કે તમારા ગળામાં લાંબા સમય સુધી ખારાશ રહે તો કેન્સર હોઈ શકે છે. યોગ્ય કારણ જાણવા માટે સમય પર તપાસ કરાવવી જરૂરી છે, જેથી સ્થિતિ ગંભીર ન બની જાય. હવે આવીએ અંતમાં તમે કઈ રીતે આ બીમારીથી બચી શકો છો. હેડ એન્ડ નેક કેન્સરની સમય રહેતા જાણકારી મળે તો તેની સારવાર સફળ થવાની સંભાવના વધી જાય છે. તેથી શરીરમાં થતાં કોઈ અસામાન્ય ફેરફાર પર ધ્યાન આપવું જરૂરી છે. જો ગળાની ખારાશ, અવાજમાં ફેરફાર કે મોઢામાં ઘાવ લાંબા સમય સુધી ઠીક ન થાય તો વિલંબ કર્યાં વગર ઈએનટી (ENT) ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. આ સિવાય બચાવ માટે દારૂ કે ધૂમ્રપાનના વ્યસનથી દૂર રહેવું જોઈએ. આ સાથે દરરોજ દાંત અને મોઢાની સારી રીતે સફાઈ કરો, સ્વચ્છ રાખો, તાજા ફળ અને શાકભાજી ડાયટમાં સામેલ કરો અને નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવતા રહો. તમારી સારી આદત મોટા ખતરાથી બચાવી શકે છે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…
https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
For more details… Contact 9322529232 / 9324483455
